Advertisement
Author: નોબત સમાચાર

ઈન્ડોનેશિયામાં ૭.૪ની તીવ્રતાના ભૂકંપે ફેલાવ્યો ગભરાટઃ સુનામીનું એલર્ટ

ટર્નેટ ટાપુ પાસે દરિયામાં ૩૫ કિ.મી.ની ઉંડાઈએ કેન્દ્રબિંદુ

                                                                                                                                                                                                      

મનાડો તા. ૨: ઈન્ડોનેશિયામાં ૭.૪ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, અનુભવાયા પછી સુનામીની ચેતવણી અપાઈ હોવાથી ૩ દેશોના દરિયાકાંઠે મોટું જોખમ ઉભુ થયું છે.

યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું છે કે ગુરુવારે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્રમાં ૭.૪ ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ અમેરિકાના મોનિટરિંગ સેન્ટરે ભૂકંપના કેન્દ્રથી ૧,૦૦૦ કિલોમીટર (૬૨૧ માઈલ) ના દાયરામાં જોખમી સુનામી લહેરોની આશંકા વ્યક્ત કરતા હાઈ એલર્ટ જારી કર્યું છે.

યુએસજીએસ મુજબ, આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે ૬:૪૮ કલાકે (બુધવારે રાત્રે ૨૨:૪૮ જીએમટી) મોલુક્કા સાગરમાં ૩૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ટર્નેટ નામના નાના ટાપુ પાસે સમુદ્રમાં હતું. હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપના કેન્દ્રથી ૧,૦૦૦ કિમીના દાયરામાં જોખમી સુનામી લહેરો ઉઠી શકે છે.

ઉત્તરી સુલાવેસી પ્રાંતના મનાડો શહેરમાં ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે શહેરના લોકો જાગી ગયા હતા અને ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. લોકો ગભરાઈને બહાર ભાગવા લાગ્યા હતા. નજીકમાં આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જીવ બચાવવા માટે ઝડપથી બહાર મેદાન તરફ દોડ્યા હોવાના અહેવાલો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh