Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને એલઓપી રાહુલ ગાંધીએ પત્રો લખીને
નવી દિલ્હી તા. ૨૯: પહલગામ હુમલા મામલે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ ઉઠાવી છે.
પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે. જેથી આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિ વ્યક્ત કરી શકાય.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવા વિનંતી કરી છે. પત્રમાં લખ્યું છે કે, 'આ નિર્ણાયક સમયે ભારતે બતાવવું જોઈએ કે આપણે હંમેશાં આતંકવાદ સામે એક છીએ.'
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે. આ પત્ર શેર કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એકસ' પર લખ્યું, 'કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાત્રે વડાપ્રધાનને પત્ર લખીને વિનંતી કરી હતી કે ૨૨મી એપ્રિલ ૨૦૨૫ના રોજ પહલગામમાં થયેલા ક્રૂર આતંકી હુમલાથી ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સામૂહિક ઇચ્છાશક્તિ દર્શાવવા માટે શક્ય તેટલી વહેલી તકે સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવામાં આવે.'
ખડગેએ પત્રમાં લખ્યું કે, 'આ સમયે એકતા જરૂૂરી છે અને આવી સ્થિતિમાં, વિપક્ષ માને છે કે સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવું જોઈએ. આ ૨૨મી એપ્રિલ ૨૦૨૫ના પહલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ક્રૂર આતંકી હુમલાનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિની મજબૂત અભિવ્યક્તિ હશે. અમને આશા છે કે સત્ર બોલાવવામાં આવશે.'
ઉલ્લેખનીય છે કે, ૨૨મી એપ્રિલના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૬ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. મૃતકોમાં મોટાભાગના ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપપ્રમુખ જેડી વેન્સ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટોર્મર, ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સહિત વૈશ્વિક નેતાઓએ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને ભારત સાથે સંવેદના અને એકતા વ્યક્ત કરી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial