Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં હોળી-ધૂળેટીના તહેવારનો 'રંગ'

દર્દ કો ભૂલના શિખાતે હૈ, રંગ જૈસે જીના શિખાતે હૈ....

                                                                                                                                                                                                      

'છોટી કાશી' જામનગરમાં હોળી-ધૂળેટી પર્વને લઈને બજારમાં રંગો અને પિચકારીઓનું આગમન થઈ ગયું છે. છેલ્લા થોડા વર્ષોમાં આવેલી જાગૃતિને કારણે આ વખતે પણ લોકો હર્બલ કલરને પ્રાથમિકતા આપી રહ્યાં છે. સામાન્ય કલર ૩૦-૪૦ રૂપિયા કિલો, જ્યારે હર્બલ કલર ૩૦-પ૦ રૂપિયા ૧૦૦ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે. પિચકારીઓમાં પણ અઢળક વેરાયટીઓ ઉપલબ્ધ છે. પિચકારીઓમાં રૂ।. ૧૦ થી લઈને ૩ હજાર સુધીની કિંમતમાં અવનવી પિચકારીઓનું વેંચાણ થઈ રહ્યું છે. બાળકોને આકર્ષતી કાર્ટૂન કેરેક્ટર વાળી પિચકારીઓ ઉપરાંત ચંદ્રયાન અને મશીનગન ટાઈટની પિચકારીઓ પણ લોકપ્રિય છે. હોળી-ધૂળેટી પર્વ નજીક આવતાની સાથે જ રંગોની બજારમાં રોનક વધતી જશે. હોળી-ધૂળેટીના તહેવાર પર શહેરમાં ૧પ દિવસમાં જ રંગો-પિચકારીઓની બજારમાં અંદાજીત ૩૦-૩પ લાખનું ટર્નઓવર થવાની શક્યતા છે. જીવનની વિવિધ મુશ્કેલીઓ-પડકારોને થોડીવાર ચિંતામુક્ત થવાની તક આપતો ધૂળેટીનો તહેવાર વિટંબણાઓ વચ્ચે પણ હિંમતનો 'રંગ રાખવાની' પ્રેરણા આપે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh