Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ત્રીજી માર્ચે થનારા ચંદ્રગ્રહણને કારણે
જામનગર તા. ૨૬: આગામી ૩ માર્ચના થનારા ચંદ્રગ્હણને કારણે હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણીને લઈને લોકોમાં મત મતાંતરો છે. અત્યારે થતી ચર્ચા મુજબ 'છોટીકાશી'માં આગામી ૨ માર્ચના હોળી પ્રગટાવાશે, અને ૪ માર્ચે ધૂળેટીઃ મંદિરોમાં ૩ માર્ચે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. તેમ જણાય છે.
'છોટીકાશી' જામનગરમાં હોળી - ધૂળેટીનાં પર્વની ઉજવણી ક્યા દિવસે કરવી તેને લઇને મતમતાંતર જોવા મળી રહૃાા છે. ફાગણ મહિનાની પૂનમ નાં તા. ૩ માર્ચનાં ચંદ્રગ્રહણ હોવાથી હોળી - ધૂળેટીનાં પર્વની ઉજવણીને લઇને પંચાગ અને ધર્મશાસ્ત્રોનાં નિયમો તથા સામાન્ય જનતાની હોળી નાં બીજે દિવસે ધૂળેટી ઉજવવાની પરંપરા વચ્ચે તફાવત સર્જાવાની સંભાવના છે. ૩ તારીખે ગ્રહણ અને મંગળવાર હોવાથી હોળી ૨ તારીખે સોમવારે સાંજે પ્રગટાવવામાં આવશે. જ્યારે ધૂળેટી ૪ તારીખે ઉજવવામાં આવશે. તેમ કહેવાય છે. પંચાગ અનુસાર પૂનમ તિથિ ૨ તારીખે સાંજે ૫:૫૫ કલાકે આરંભ થાય છે, અને ૩ તારીખે સાંજે ૫:૦૬ કલાકે પૂર્ણ થાય છે. એટલેકે વ્રતની પૂનમ ૨ તારીખને સોમવારે છે, જ્યારે ઉદિયાત તિથિ અનુસાર ૩ તારીખને મંગળવારે પૂનમ ગણવામાં આવશે.
મંદિરોમાં ગ્રહણનાં વેધકાળનું પાલન કરવામાં આવનાર હોય ૩ તારીખે બપોરે ૧૨ વાગ્યા પછી સાંજે ૭:૩૦-૮ કલાક સુધી અમુક મંદિરોમાં દર્શન બંધ રહેશે. દ્વારકાનાં જગતમંદિર સહિતનાં મંદિરોમાં ધૂળેટીનાં બદલે પૂનમનાં દિવસે ૩ તારીખે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે, તથા સાંજે ૭ કલાક પછી ઉત્થાપનનાં દર્શન થશે, અને ત્યાર પછીનો સેવા ક્રમ નિભાવવામાં આવશે. તેવા અહેવાલો વહેતા થયા છે.
જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા યોજાતી હોલિકાનાં પૂતળાવાળી સૌરાષ્ટ્રની સૌથી વિરાટ હોળી પણ ૨ માર્ચનાં પ્રગટાવવામાં આવશે. આ સાથે જ શહેરમાં ઠેર ઠેર યોજાતી સૈંકડો હોળીઓ પૈકીની મોટા ભાગની હોળીઓ ૨ તારીખે જ પ્રગટાવવામાં આવશે.
આમ આ વર્ષે ફાગણી પૂનમનું ચંદ્ર ગ્રહણ હોવાથી હોળી અને ધૂળેટી વચ્ચે ધોકા રૂપે ખાલી દિવસ રહેવાની સંભાવના છે. જોકે હોળી પ્રગટે તે રાત્રે જાગરણ કરી બીજા દિવસે જ ધૂળેટી ઉજવવાની લોક પરંપરા વર્ષો જૂની અને પ્રબળ હોય ધૂળેટી ૩ તારીખે ઉજવાય તેવી પણ પ્રબળ સંભાવના છે.
ચંદ્ર ગ્રહણના સમયે મંદિરોમાં દર્શન - સેવા ક્રમમાં ફેરફાર
ત્રીજી માર્ચે બપોરે ૩:૨૦ કલાકે ગ્રહણ સ્પર્શ (આરંભ) થશે અને સાંજે ૬:૪૭ કલાકે મોક્ષ (પૂર્ણ) થશે. આમ ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો ૩ કલાક અને ૨૭ મિનિટનો રહેશે. પરંતુ ભારતમાં ઘણાં રાજ્યો અને શહેરોમાં આ ગ્રહણ સાંજે ૬ કલાક પછી જ માત્ર અડધી કલાકથી ૪૫ મિનિટ જ જોવા મળશે, જ્યારે ગણા રાજ્યો અને શહેરોમાં ચંદ્રોદય ગ્રહણ કાળ પછી થવાનો હોય ગ્રહણ જોવા મળશે નહી. જેને કારણે વિવિધ શહેરોમાં આ ગ્રહણ પાળવાનાં મુદ્દે અલગ અલગ મત પ્રવર્તે છે.
જો કે ભારતમાં કેટલાક ભાગમાં ગ્રહણ દેખાવાનાં કારણે મંદિરોમાં વેધકાળ વગેરેનાં પાલન સહિતની પરંપરાઓને કારણે તેનું પાલન કરવામાં આવશે. તેમ મનાય છે.
ફાગણી પૂનમનાં બીજા દિવસે મંદિરોમાં અને ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનાં મંદિરો તથા પુષ્ટીમાર્ગીય મંદિરોમાં ફૂલડોલ ઉત્સવની પરંપરા હોવાથી ગ્રહણને કારણે ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં પણ પરીવર્તન જોવા મળશે.
શ્રી નાથદ્વારાથી પ્રકાશિત થતા વૈષ્ણવ પંચાગ સમાન ટીપ્પણી અનુસાર તથા દ્વારકાનાં જગતમંદિર શ્રી દ્વારકાધીશ મંદિર અનુસાર ફૂલડોલ ઉત્સવ ૩ માર્ચનાં બપોરે ઉજવવામાં આવશે.જ્યાં સૈંકડો હજારો કિલોમીટરનું અંતર કાપી લાખો પદયાત્રીઓ ફૂલડોલ ઉત્સવ માટે ઉમટે છે. એ દ્વારકાનાં જગતમંદિરે ૩ તારીખે સવારે ૧૧ થી ૧૨ ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. જ્યારે બપોરે ૧૨ થી રાત્રે ૮ સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે, અને રાત્રે ૮ કલાકે ઉત્થાપન દર્શન થશે પછી ક્રમશઃ સેવા ક્રમ નિભાવી રાત્રે ૧૧ કલાકે શયન દર્શન પછી મંદિરનાં દ્વાર બંધ થશે.
'છોટીકાશી' જામનગરનાં વિવિધ મંદિરોમાં પણ દ્વારકાનાં જગતમંદિરની જેમ જ બપોર પછી મોડી સાંજ સુધી મંદિર બંધ રહેશે. જેને કારણે સાંજે ૭:૩૦-૮ કલાકે બંધ થઇ જતા મંદિરો બીજે દિવસે સવારે રાબેતા મુજબ ઉઘડશે જ્યારે અમુક મંદિરોમાં સાંજે ૭ થી ૧૦ સુધી ભગવાન દર્શન તથા નિત્ય સેવા ક્રમ નિભાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial