Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ત્રણેય શખ્સની પોલીસ દ્વારા પૂછપરછઃ
જામનગર તા. ૨૫: કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના પાટીયા પાસેથી ગઈકાલે પોલીસે એક મોટરમાં જઈ રહેલા જામનગરના ત્રણ શખ્સને ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ સાથે પકડી પાડ્યા છે. બોટલ, ત્રણ મોબાઈલ, દારૂ સહિત રૂ।.સવા ત્રણેક લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ તરફ જતાં રસ્તા પર દેવરીયા ગામના પાટીયા નજીકથી ગઈકાલે બપોરે જીજે-૧૦-ઈસી ૨૩૪ નંબરની મોટર દોડી જતી હતી. તે મોટરને પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમે રોકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બે બ્રાંડની ૧૨ બોટલ મળી આવી હતી.
રૂ।.૩ લાખની મોટર, દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ।.૩,૩૧,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે મોટરમાં જઈ રહેલા જામનગરના રણજીતસાગર રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા ગૌતમ મનોજગીરી ગોસ્વામી, નિલકમલ સોસાયટીમાં રહેતા અમુકકર દીવાકર મરાઠા તથા હનુમાન ટેકરીમાં રહેતા હર્ષ ગંગાધર સીતાલે નામના ત્રણ શખ્સની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial