Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈશ્વિક માઁ રાંદલ મહોત્સવનું આયોજનઃ
દ્વારકા તા. ર૩: દ્વારકાના કકલાસ કુંડ પાસે આવેલા શ્રી રાંદલ ધામમાં રાંદલ માતાજીના સમૂહ લોટા તેડવાનું આયોજન આગામી તા. ૮-૩-ર૦ર૬ ના કરવમાં આવ્યું છે. આ પ્રસંગે ઈતિહાસમાં સૌપ્રથમ વખત ૧ર૦૦ થી વધુ કુમારિકાઓ રાંદલ સ્વરૂપ ધારણ કરશે. રાંદલ માતાજીના ર (બે) લોટા તેડવાનો ખર્ચ રૂ।. ર૧૦૦ છે. માતાજીના લોટા તેડવા માટે કોઈપણ ગામ શહેરના માઈભક્તો નામ નોંધાવી શકે છે. નામ નોંધવાની છેલ્લી તા. ૬-૩-ર૦ર૬ છે. રાંદલ માતાજીના લોટા ઉત્સવ અંતર્ગત આગામી તા. ૮મી માર્ચને રવિવારના સવારે ૮ કલાકે માતાજીનું પૂજન, બપોરે ૧૧.૦૦ કલાકે કુમારિકા ભોજન, સાંજે ૬ કલાકે ઘોડો ધૂમાશે, રાત્રે ૮.૩૦ કલાકે નિજમંદિરમાં મહાઆરતી થશે. તા. ૯મી માર્ચના સવારે ૮ કલાકે ઉત્થાપન થશે. સમગ્ર ધર્મોત્સવના યજમાન સૂર્યનારાયણ દેવ તથા સત્યનારાણય દેવ રહેશે. વધુ માહિતી માટે મો. ૯૯૭૪ર પપર૬ર પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial