Advertisement
Author: નોબત સમાચાર

આરંભડામાં ત્રણ મહિલાએ યુવતી પર કપડા ધોવાના ધોકાથી કર્યાે હલ્લો

વચ્ચે પડનાર માતા-બહેનને પણ માર પડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ઓખામંડળના આરંભડા ગામની સીમમાં સામસામે રહેતા મહિલાઓ વચ્ચે ઝઘડો થયા પછી રવિવારે એક યુવતી તથા તેની બહેન, માતા પર ત્રણ મહિલાએ કપડા ધોવાના ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડા ગામની સીમમાં ગાયત્રીનગરમાં વસવાટ કરતા પૂજાબેન આલાભાઈ માંગલીયા નામના યુવતીએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં પાડોશી રિહાનાબેન અબ્દુલ, શાયદાબેન, કમાબેન સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ બેએક વર્ષ પહેલા રિહાનાબેનના ઘરની સામે પૂજાબેન રહેવા આવ્યા તે આ વ્યક્તિઓને ગમ્યું ન હતું. તે પછી રિહાનાબેનના ઘરમાં ધોવાતા કપડાનું પાણી પૂજાબેનના ફળીયામાં આવતું હોવાથી પુજાબેનના માતા હીમીબેને કહેતા ગાળો ભાંડ્યા પછી પૂજાબેન, હીમીબેન, સોનુબેન સમજાવટ કરવા જતાં તેઓને ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી રિહાનાબેન, સાયદાબેન, કમાબેને કપડા ધોવાના ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh