Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનપાના કર્મચારીઓ હપ્તો ઉઘરાવતા હોવાનો આક્ષેપઃ
જામનગર તા. ૨૨: જામનગરમાં બર્ધનચોક વિસ્તારમાં પાથરણાવાળાના દબાણોની સમસ્યા વધુને વધુ ગંભીર અને પ્રજાને ત્રાસરૂપ બની રહી છે.
આ વિસ્તારમાં રેંકડી અને પાથરણાવાળા સવારે ગોઠવાઈ જાય છે. સવારે ૧૧ વાગ્યે મનપાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ ફોટા પાડવા આવે તેટલો સમય પથરા-રેંકડી ઉપાડી લેવામાં આવે છે, અને સાંજે પણ ૫:૩૦ વાગ્યે ફોટા પાડવા આવે ત્યારે દબાણો હટાવી લેવામાં આવે છે. ફોટા પાડીને કર્મચારીઓ જાય કે તરત જ બંને ટાઈમે રેંકડી-પાથરણાવાળા ફરીથી ખડકાય જાય છે. દુકાનદારોનો પણ ત્રાસ વધી રહ્યો છે. ફૂટપાથ ઉપર ચારે તરફ પૂતળા, લટકણીયા, માલ સામાનના ખડકલા કરી દે છે. જેથી ક્યાંય ચાલવાની જગ્યા રહેતી નથી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મયંક શાહ નામના જાગૃત નાગરિકે મનાપાના એસ્ટેટ વિભાગના અહીં ફરજ પર મૂકાયેલા કર્મચારીઓ મોટા પાયે હપ્તા ઉઘરાવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial