Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ નિમિત્તે
દ્વારકા તા. ૨૬: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા, પૂજા-દર્શનાર્થે મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવી રહ્યા છે. ફૂલડોલ ઉત્સવને ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સીધી દેખરેખ હેઠળ સમગ્ર તંત્રને પદયાત્રીઓ અને ભાવિકોની સુરક્ષા તથા સુવિધા માટે સજાગ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.ં
જિલ્લાના દ્વારકા તરફ આવતા માર્ગો, ધોરીમાર્ગ પર સલામતિની વ્યવસ્થા માટે વિભાગીય અધિક્ષક સાગર રાઠોડ તથા માનસતાને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લાની હદમાં વાડીનારથી છેક દ્વારકા અને ઓખા સુધીના માર્ગ પર પદયાત્રીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા જાતે તમામ માર્ગો પર પસાર થઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે. પદયાત્રીઓને પ્રાથમિક સારવારની જરૂર પડે તો તે અંગે પણ પોલીસતંત્ર દેખરેખ રાખી રહ્યું છે.
જિલ્લાના બંને ટોલનાકા પર તેમજ માર્ગો પર ચાલતા સેવા કેમ્પોમાં માઈક પર યાત્રિકોને જરૂરી સૂચનાઓ સાથે માહિતી આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકો માટે તેમાંય ખાસ કરીને દિવ્યાંગો અને સિનિયર સિટિઝનો માટે કોઈ તકલીફ ન પડે તેવી દર્શનીય વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
ઠેર ઠેર પોલીસચોકીઓમાં સતત સજાગતા.
મહત્ત્વના સ્થળો/માર્ગો પર સીસીટીવી દ્વારા મોનીટરીંગ.
દ્વારકા તરફ આવતા ધોરીમાર્ગ પર પદયાત્રીઓમાટે બેરિકેડ્સ.
માર્ગો પર અને શહેરમાં પોલીસવાનનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial