Advertisement
Author: નોબત સમાચાર

નિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો....  વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો વચ્ચે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરાર થવાની શક્યતાઓના સંકેત આપતા ભારતને ટેરિફમાં રાહત મળવાની અપેક્ષા વધી છે. બીજી બાજુ ચીન પણ અમેરિકા સાથે ટ્રેડવૉર મુદ્દે વાતચીત કરવા સહમત થયું હોવાથી વિશ્વની બે મહાસત્તા આ મામલે ઉકેલ લાવે તેવી સંભાવના સાથે વૈશ્વિક સ્તરે ટેરિફ તણાવની ભીતિ ઘટી હોવાથી તેમજ વિદેશી રોકાણકારોની સતત ખરીદી તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે સ્થાનિક શેરબજાર પોઝીટીવ રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૬૭%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૪૭% અને નેસ્ડેક ૧.૫૧% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેકસ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૨ અને વધનારની સંખ્યા ૧૪૮૯ રહી હતી, ૧૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, ટેરિફને પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિ પર ખરાબ અસર જણાય છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઇએમએફ દ્વારા આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩%ની આગાહીની સરખામણીમાં ૨.૮% જ થવાની ધારણાં મૂકી છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત પાસે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉત્પાદનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક છે, પરંતુ ખાનગી ક્ષેત્ર અને નીતિ નિર્માતાઓના જણાવ્યા અનુસાર આ પડકારો પ્રત્યે સચેત રહેવાની અને મૂડી નિર્માણને દબાવવાનું ટાળવાની જરૂર છે.

લાંબા સમય સુધી અનિશ્ચિતતાની ધારણા ખાનગી ક્ષેત્રને મૂડી નિર્માણ યોજનાઓ પર રોક લગાવવા તરફ દોરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વૈશ્વિક વિકાસને કારણે ઊભી થતી અનિશ્ચિતતાઓ વૃદ્ધિ માટે જોખમ બની શકે છે. ભૌગોલિક રાજકીય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત આ જોખમોને ઘટાડી વ્યૂહાત્મક વેપાર વાટાઘાટો, સ્થાનિક સુધારાઓ અને ઉત્પાદન રોકાણોમાં ઉભરતી તકોનો લાભ લઈ શકે છે. જ્યારે ભૂ-રાજકીય તણાવ, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો, ટેરિફ અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ વૈશ્વિક વિકાસ માટે જોખમો ઉભા કરે છે, ત્યારે ભારતીય અર્થતંત્ર પ્રત્યે સરકારનો દ્રષ્ટિકોણ સકારાત્મક બની શકે છે.

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂા.૯૩૨૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂા.૯૩૩૪૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂા.૯૩૧૦૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૮૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂા.૯૩૧૧૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂા.૯૪૨૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂા.૯૪૨૪૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂા.૯૪૦૧૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૯૪૦૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....

એચડીએફસી બેન્ક (૧૯૪૦) : એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૯૨૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૧૯૧૯ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૧૯૬૪ થી રૂા.૧૯૮૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂા.૧૯૮૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એસબીઆઈ લાઈફ (૧૭૭૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂા.૧૭૫૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂા.૧૭૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૧૭૮૮ થી રૂા.૧૮૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

હેવેલ્સ ઈન્ડિયા (૧૫૬૬) : રૂ. ૧૫૪૭ નો પ્રથમ તેમજ રૂ. ૧૫૩૦ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૫૮૦ થી રૂ. ૧૬૦૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

મહાનગર ગેસ (૧૩૭૦) : એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ. ૧૩૯૩ થી રૂ. ૧૪૦૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ. ૧૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

જેએસડબ્લ્યૂ સ્ટીલ (૯૬૭) : રૂ. ૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ. ૯૨૯ સ્ટોપલોસ ધ્યાને લઈ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ. ૯૭૮ થી રૂ. ૯૯૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh