Advertisement
Author: નોબત સમાચાર

'આપ' દ્વારા રાજ્યના ચૂંટણી અધિકારીઓને અપાઈ લીગલ નોટીસઃ જામનગર કલેક્ટરને આવેદન

એસઆઈઆરની પ્રક્રિયામાં મોટા પાયે ગોટાળાનો આરોપઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા તથા કોર્પોરેટર જેનબબેન ખફીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તેમના એડવોકેટ પ્રણવ ચંદારાણા મારફત વિસ્તૃત લીગલ નોટીસનો ડ્રાફ્ટ અને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી તંત્ર દ્વારા ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (એસઆઈઆર) પ્રક્રિયામાં ખૂબ જ મોટાપાયે ગોટાળા થઈ રહ્યાના આક્ષેપ સાથે વિવિધ મુદ્દાઓનું સ્પષ્ટિકરણ કરવા તથા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી. આ લીગલ નોટીસ રાજ્યના તમામ આસી. ઈલેક્ટરોલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ, ઓલ ઈલેક્ટરોલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ, તમામ જિલ્લા ચૂંટણી અધિકારી/જિલ્લા કલેક્ટરને રાજ્યના ચીફ ઈલેક્ટરોલ ઓફિસરને સંબોધીને આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh