Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦પ ફેબ્રુઆરી, ગુરૂવાર અને મહા વદ ચોથનું રાશિફળ

ધન સહિત ત્રણ રાશિના જાતકોએ નાણાકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી. સિઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય

                                                                                                                                                                                                      

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ધારણાઓ અવળી  પડતા મુશ્કેલી વધે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવથી આપના કામનો ઉકલ લાવી શકોે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન  રાખવું.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે.  સાસરીપક્ષ-મોસાળપક્ષનું કામ રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૧

 

Cancer (કર્ક: ડ-હ)

આપે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સંભાળવું પડે. સરકારી-રાજકીય કામમાં ઉતાવળ કરવી  નહીં.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મિલન-મુલાકાત મુલત્વી રાખવા.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને.  દોડધામ જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં લાભ-ફાયદો જણાય. પરંતુ સંતાનના પ્રશ્ને ચિંતા-ઉચાટ  રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નાણાકિય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું  પડે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭

 

Capricorn (મકર: ખ-જ)

રાજકિય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સંભાળવું પડે. ધીરજ અને શાંતિ રાખીને દિવસ  પસાર કરી લેવો.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે સામાજીક-વ્યાવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતા  રાહત થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૨

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં  ભાઈ-ભાંડુનો સાથ રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૧



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh