Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકઃ
જામનગર તા. ૨૫: જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈ કલેકટરએ સંબંધિત અધિકારીઓને આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠકમાં ધારાસભ્યના અગાઉના પડતર પ્રશ્નો અંગે સમીક્ષા ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધ્રોલ તાલુકાના વિસ્તારોમાં સીસી રોડ અને ગટરની સુવિધા, અલિયા રેલવે સ્ટેશનની સામેના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ બાબતે વ્યવસ્થા કરવા, હર્ષદપુર ગામથી સ્ટેટ હાઈ-વે સુધીનો રસ્તો ડબલિંગ કરવા, ગોચરની જમીન અંગેના પ્રશ્નો, વાણીયાગામ અનં ચંદ્રાંગા ગામને જમીનની માપણી અંગેની રજૂઆત, રોડ રસ્તા રિપેરીંગના કામો, વીજલાઈન ખસેડવા અંગે, નવુ વીજ કનેકશન આપવા અંગે, નવી સોસાયટીઓમાં પીવાના પાણીની સુવિધા, પીવાના પાણીની પાઈપલાઈન રિપેર કરવા બાબતે તેમજ એસટી વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આઈસીડીએસ વિભાગ, જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગ, ખાણ અને ખનિજ વિભાગને લગત પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તથા ધારાસભ્ય સમક્ષ આવેલ લોકોની રજૂઆતોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા કલેકટરે લગત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. કલેકટરએ લગત વિભાગના અધિકારીઓને જિલ્લામાં આવેલા જર્જરિત પૂલો અને રસ્તાઓનો સર્વે કરી માહિતી તૈયાર કરવા પણ સૂચના આપી હતી. આ ઉપરાંત સંકલન સમિતિના વિવિધ મુદ્દાઓ જેમાં કચેરીઓના પત્રવ્યવહાર, પેન્શન કેસો વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial