Advertisement
Author: નોબત સમાચાર

વીજ કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને શરૂ થશે આંદોલન

પાંચમી માર્ચ સુધી ઉકેલ નહીં આવે તો

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: વીજ કર્મચારીઓના પેન્ડીંગ પ્રશ્નો આગામી તા. પમી માર્ચ સુધીમાં ઉકેલવામાં નહીં આવે તો વર્ક ટુ રૂલ્સ, વધારાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.

પીજીવીસીએલ કંપનીના મેનેજમેન્ટ દ્વારા સંગઠનને તોડવા માટે આચરવામાં આવતી અનફેર લેબર પ્રેક્ટીસ અને લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવી હતી.

આમ છતાં આ મુદ્દાઓ પ્રત્યે અનિર્ણિયાકતા દાખવવા સામે વર્ક-ટુ-રૂલ્સની આંદોલનાત્મક નોટીસ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલે આપી છે.

આથી તા. પ-૩-ર૦ર૬ પહેલા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો વર્ક-ટુ-રૂલ્સ મુજબ વધારાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે અને તા. ૧૦-૩-ર૦ર૬ થી કોર્પોરેટ ઓફિસ રાજકોટ પાસે ધરણા-સૂત્રોચ્ચાર કરવામાં આવશે, તેમ જામનગર અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રચારમંત્રી દિપક ત્રિવેદીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh