Advertisement
Author: નોબત સમાચાર

દવા-જમવા બાબતે પતિ સાથે બોલાચાલી પછી પત્નીએ જલદ પ્રવાહી પી કરી આત્મહત્યા

અકળ કારણથી કારખાનેદારે ઝેરી પદાર્થ ગળી મોત મીઠું કર્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: કાલાવડના ખરેડી ગામમાં વસવાટ કરતા એક દંપતી વચ્ચે પત્નીને આવતી આંચકી અંગે દવા તથા જમવા બાબતે બોલાચાલી થયા પછી માઠું લાગી આવતા પત્નીએ જલદ પ્રવાહી પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે નગરના મુરલીધરનગર-રમાં રહેતા એક કારખાનેદાર યુવાને કોઈ બાબતના ટેન્શનના કારણે નાસીપાસ થઈ ઝેરી પદાર્થ ગળી લઈ મોત મીઠું કરી લીધુ છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.

કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતા સાધનાબેન ગુલાબભાઈ બગડા નામના પરિણીતાને આંચકીની જૂની બીમારી હતી. તેની દવા લેવા બાબતે તથા જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ક્યારેક ક્યારેક સામાન્ય બોલાચાલી થતી રહેતી હતી.

તે દરમિયાન ગયા બુધવારે ફરીથી સાધનાબેન તથા ગુલાબભાઈ વચ્ચે બોલાચાલી થતા તેનું માઠું લાગી આવતા સાધનાબેને પોતાના ઘરમાં બાથરૂમમાં જઈ કોઈ જલદ પ્રવાહી ૫ી લીધુ હતું. સારવારમાં ખસેડવામાં આવેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. પતિ ગુલાબભાઈ હીરાભાઈ બગડાએ પોલીસને જાણ કરી છે. પોલીસે તપાસ કરી છે.

જામનગરના ગોકુલનગર નજીકના મુરલીધરનગર-રમાં રહેતા ભાવિનભાઈ દેવકરણભાઈ સાંગાણી (ઉ.વ.૩૬) નામના પટેલ કારખાનેદાર યુવાન થોડા દિવસોથી કોઈ બાબતને લઈને ટેન્શન અનુભવતા હતા. ખારાબેરાજા પાસે જઈ આ યુવાને શનિવારે કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. તેઓનું સારવારમાં ખસેડાયા પછી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના પત્ની પુષ્પાબેન ભાવિનભાઈનું નિવેદન નોંધ્યું છે. આ યુવાને લખેલી મનાતી ચિઠ્ઠી પોલીસે કબજે કરી છે. તેમની આત્મહત્યા પાછળ આર્થિક કારણ કારણભૂત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh