Advertisement
Author: નોબત સમાચાર

સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં સંડોવાયેલા આરોપીની ફરમાવાઈ મુક્તિ

આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતી એક સગીરાને પરીક્ષાની તૈયારી કરાવી આપવાનું કહી એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં કેટલાક વખત પહેલાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના એક ગામમાં વસવાટ કરતા પરિવારની પંદર વર્ષની પુત્રી એસએસસીમાં જે તે વખતે અભ્યાસ કરતી હતી ત્યારે પ્રફુલ કાંતિલાલ જાદવ નામના શખ્સે તેણીને પરીક્ષાની તૈયારી કરાવવાના બહાને બોલાવી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બાબતની તે સગીરાએ પોતાના માતાને વાત કર્યા પછી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપી પ્રફુલ કાંતિલાલની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા આરોપી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખવામાં આવી છે અને આરોપી પ્રફુલ કાંતિલાલ જાદવનો છૂટકારો ફરમાવાયો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh