Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં હવાની ગુણવત્તાની ચકાસણી કરાશેઃ
જામનગર તા. ૨૬: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હવાની ગુણવત્તાની અસરકારક દેખરેખ માટે ૨ આધુનિક એન્વાયરમેન્ટલ મોનિટરીંગ મોબાઇલ વ્હીકલની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી એક વાહન જામનગર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને ફાળવવામાં આવ્યું છે.
પ્રાયોગિક ધોરણે આ મોબાઇલ મોનિટરીંગ વાહન દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ વ્યાપક હવાની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. વાહનમાં આધુનિક યંત્રસામગ્રી સુસજ્જ છે, જેના માધ્યમથી પર્યાવરણ સંબંધિત વિવિધ પરિમાણોની માપણી કરી શકાશે.
મોબાઇલ વાહન દ્વારા સંકલિત કરવામાં આવેલા આંકડાઓનો વિગતવાર અહેવાલ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને મોકલવામાં આવશે, જેથી રાજ્ય સ્તરે પર્યાવરણની સ્થિતિનું સતત નિરીક્ષણ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવી સરળ બનશે.
જામનગર અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા અંગે સમયસર અને સચોટ માહિતી પ્રાપ્ત થવાથી પર્યાવરણ સંરક્ષણ માટે વધુ અસરકારક આયોજન શક્ય બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial