Advertisement
Author: નોબત સમાચાર

બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશકુમારની છેલ્લી કેબિનેટઃ બપોર પછી રાજીનામું

નવા મુખ્યમંત્રી નક્કીઃ આવતીકાલે શપથવિધિ

                                                                                                                                                                                                      

પટણા તા. ૧૪: બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશકુમારની આજે છેલ્લી કેબિનેટ બેઠક મળી હતી. તેઓએ સમ્રાટ ચૌધરી સાથે આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી. બપોર પછી તેમણે રાજીનામું આપ્યા બાદ બિહારના નવા સીએમની જાહેરાત તથા આવતીકાલે સવારે શપથવિધિનો કાર્યક્રમ જાહેર થયો હતો.

આજે વહેલી સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં તેજ હિલચાલ હતી. જેડીયુ કાર્યકારી પ્રમુખ સંજય ઝા, કેન્દ્રીય મંત્રી લલ્લનસિંહ અને મંત્રી વિજય ચૌધરી નીતિશ કુમારને મળવા પહોંચ્યા. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. નીતિશકુમાર અને સમ્રાટ ચૌધરી એક જ કારમાં આંબેડકર સમારોહ માટે નીકળ્યા અને  હાઈકોર્ટમાં આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી.

તે પછી સવારે નીતિશના નેતૃત્વમાં કેબિનેટની અંતિમ બેઠક યોજાઈ હતી. જેડીયુ ધારાસભ્ય દળ અને બીજેપી ધારાસભ્ય દળની બેઠક અને તે પછી એનડીએ ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના ચહેરા પર મહોર લાગ્યા પછી કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ નવા સીએમના નામની જાહેરાત કરશે. ભાજપે તેમને પોતાના નિરીક્ષક બનાવ્યા છે.

આવતીકાલે સવારે ૧૧ વાગ્યે રાજભવનમાં નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. તેવા અહેવાલો છે.  બીજી તરફ વિરોધ પક્ષના નેતા અને આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, જેડીયુ હવે જેડીયુ રહી નથી, પરંતુ બીજેપીનો એક પ્રકોષ્ઠ બની ગઈ છે. બીજેપીના એજન્ટો જેડીયુમાં છે અને તે જ લોકો પાર્ટીને ખતમ કરી ચૂકયા છે. નીતિશ કુમારને જે રીતે વિદાય આપવામાં આવી છે, તે અત્યંત દુઃખદ છે. જે વ્યકિત ૨૦ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા, તેમને રાજ્યસભા મોકલવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે, આ નિર્ણય થોપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh