Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રતિબંધ હટાવાયો
ખંભાળીયા તા. ૧૧: સલાયા-પરોડિયા સોલ્ટ વર્ક રસ્તાના ચેઈનેજ ૩/૩૫૦ કિ.મી. પર બોક્સ કલ્વર્ટના પીયરમાં નુકસાન થયેલ હોવાથી સલામતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩ (૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના વાહનોને આ બ્રિજ ઉપરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સલાયા-પરોડિયા આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હતો. કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), દેવભૂમિ દ્વારકા દ્વારા આ બ્રિજની રિપેરીંગની કામગીરી કરવામાં આવતા હવે આ પુલ પરથી ભારે વાહનોની અવર જવર માટે હાલમાં કોઈ અડચણ કે જોખમ ન હોય તેમજ બોક્સ કન્વર્ટની બાજુમાંથી ડાયવર્ઝન બનાવવામાં આવતા, ભારે વાહનો પસાર થઈ શકશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial