Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં
દ્વારકા તા. ર૧: દ્વારકા યાત્રાધામમાં પવિત્ર ગોમતી નદીમાં છેલ્લા થોડા સમયથી એક વિશિષ્ટ પ્રકારની પૂછડીના ભાગે મોરપીંછ જેવો આભાસ કરાવતી માછલી જોવા મળી રહી છે. વૈજ્ઞાનિક ભાષામાં નીડલ ફીશ તરીકે ઓળખાતી આ માછલી સ્થાનિકો તેમજ પ્રવાસી સહેલાણીઓમાં તેની અનોખી શારીરિક રચનાને લીધે ભારે કુતૂહલ જગાવી રહી છે. આ નીડલ ફીશ અત્યંત પાતળી અને લાંબી હોય છે. તેની સૌથી મોટી ઓળખ તેની સોય જેવી લાંબી અણીદાર ચાંચ છે. જેમાં નાના-નાના અસંખ્ય દાંત હોય છે. તે સામાન્ય રીતે સમુદ્રના ઉપરના પડમાં એટલે કે સપાટી પર જ તરતી જોવા મળે છે. ગોમતી નદીમાં દરિયાનું પાણી ભળતું હોય આ માછલીઓ ત્યાં સરળતાથી જોવા મળી રહી છે. નીડલ ફીશ સ્વભાવે આક્રમક હોતી નથી, પરંતુ અચાનક પાણીની બહાર ઊંચો કૂદકો મારવા માટે જાણીતી છે. ગોમતી ઘાટ પર સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ માટે આ અદ્ભુત માછલી જોવી એક લ્હાવો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial