Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જનતાની સુરક્ષાની જવાબદારી સંભાળતા
જામનગર તા. ૧૬: શિવ શોભાયાત્રામાં જામનગર પોલીસ વિભાગના અધિકારીઓ અને મહિલા પોલીસ સહિતના સ્ટાફે ભગવાન શિવજીની પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી.
છોટીકાશીમાં આ વખતે યોજાયેલી ૪૫મી શિવ શોભાયાત્રામાં જામનગર જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીઓ અને મહિલા પોલીસ સહિતના સ્ટાફે આશુતોષ સ્વરૂપના મહાદેવની રજત મઢીત પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી. અને પંચેશ્વર ટાવરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધી પગપાળા પાલખી ઉંચકીને પહોંચ્યા હતા, અને સમગ્ર પોલીસ વિભાગમાં શિવમય વાતાવરણ બનાવી દીધું હતું.
જામનગરના જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા શોભાયાત્રાને લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું, અને વિશાળ પોલીસ કાફલો શોભાયાત્રાના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધી જોડાયેલો રહૃાો હતો, તેમ જ જિલ્લા પોલીસવડા એ શિવ શોભાયાત્રના આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી. જામનગરના શહેર વિભાગ ના ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા, વાંકાનેરના ડી.વાય.એસ.પી. સમીર શારડા, એલ.સી.બી. પી.આઈ. વી. એમ. લગારીયા, સિટી એ. ડિવિઝન ના પી.આઇ. એન.એ.ચાવડા, સિટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી.ઝા, તેમજ સીટી એ. બી. અને સી. ડિવિઝન ના પી.એસ.આઇ. તથા ત્રણેય પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ એલસીબી, એસઓજીની ટીમ, ત્રણેય ડિવિઝનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સતત બે કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉંચકી હરહર મહાદેવના ગગનભેદી નારા લગાવ્યા હતા, ત્યારે સમગ્ર પોલીસ વિભાગ શિવમય બન્યો હતો, અને અનેક શિવભકતો આ અનન્ય નજારો નિહાળીને આનંદીત થયા હતા. પોલીસ અધિકારી-કર્મચારી તેમજ જામનગર શહેરના અન્ય અગ્રણીઓએ ભગવાન શિવજીની પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી જેથી છોટીકાશી નગરી હકીકતમાં શિવનગરી બની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial