Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉચ્ચ સ્થાને કોલેજ તથા નગરનું નામ રોશન કરી રહેલા
જામનગરમાં રવિવારે એમ.પી.શાહ કોમર્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન યોજાયું હતું. જેમાં સન્માન, કરાઓકે, ડીનર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં જામનગર જ નહીં, પરંતુ અહીં શિક્ષા પ્રાપ્ત કરી અન્ય શહેરોમાં સ્થાયી થયેલા વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓ પરિવારજનો સાથે જોડાઈને જુની યાદો તાજા કરી હતી. જામનગર એમ.પી.શાહ કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મુકેશ શાહ, નિલેશ ગોહિલ તથા અશોક નથવાણી દ્વારા સરસ્વતી દેવીની મૂર્તિથી મંડળના પ્રમુખ અરવિંદ શાહનું સન્માન તથા પૂર્વ પ્રિન્સીપાલ સાવલાના ઉપસ્થિત પ્રતિનિધિને ગીફટ આપી સન્માનિત કરાયા હતા. એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા હાલ ઉચ્ચ સ્થાને બિરાજીને કોલેજ અને જામનગરનું નામ રોશન કરી રહ્યા છે તેવા તમામ હોદ્દાને ઘેર મૂકીને વિદ્યાર્થી સ્વરૂપમાં કરાઓકે ગીત સંગીતની સાથે પરિવારજનોને સાથે માણી હતી. આ આયોજનને સફળ બનાવવા નિલેશભાઈ ગોહિલ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial