Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. રપ માર્ચ, બુધવાર અને ચૈત્ર સુદ સાતમનું રાશિફળ

વૃષભ સહિત બે રાશિના જાતકોને મહત્ત્વના કાર્યોમાં સફળતા જણાય. કાર્યક્ષેત્રે અવરોધો દૂર થતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. જવાબદારીઓ વધતી જણાય. નાણાભીડ દૂર  થતા રાહત રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

મહત્ત્વના કાર્યોમાં સફળતા રહે. માર્ગ આડેના અવરોધો દૂર થતા જણાય. મિત્રથી લાભ થાય.

શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૫-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

પ્રવાસ-પર્યટનના યોગ બની શકે. મિલન-મુલાકાતના પ્રસંગો બને. પારિવારિક જવાબદારી  વધે.

શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૨-૯

 

Cancer (કર્ક: ડ-હ)

સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું સલાહભર્યુ છે. વ્યાપાર-ધંધા ક્ષેત્રે નવી કાર્યરચના થકી  સફળતા મળે.

શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૩-૭

 

Leo (સિંહ: મ-ટ)

આવક કરતા જાવબનું પ્રમાણ વધારે રહે. આકસ્મિક ખર્ચની સંભાવના જણાય. યાત્રા-પ્રવાસ  થઈ શકે.

શુભ રંગઃ નારંગી - શુભ અંકઃ ૪-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સામાજિક જીવનમાં વ્યસ્તતામાં વધારો થાય. નવી મુલાકાત ફળદાયી સાબિત થાય. સ્વાસ્થ્ય  મધ્યમ રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૧

 

Libra (તુલા: ર-ત)

આપના વિચારો-કલ્પનાના પ્રવાહમાં તણાતા જણાય. ચિંતા-પરેશાનીમાં વધારો થાય.  વડીલવર્ગથી લાભ થાય.

શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૨-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વની જવાબદારી રહે. કાર્યબોજમાં વધારો થાય. નાણાભીડ દૂર થવા પામે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ક્યારેક ધાર્યા કામમાં વિલંબ પણ થઈ શકે. વ્યસ્તતામાં  વધારો થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૩

 

Capricorn (મકર: ખ-જ)

ઉતાવળથી નિર્ણય લેવા નહીં. મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવી સલાહભરી રહેશે.  યાત્રા-પ્રવાસ ટાળવા.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૯-૨

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

ધીરજની કસોટી થતી જણાય. સામા પવને ચાલતા હોય તેવો અનુભવ થાય. આરોગ્યમાં  સુધાર જોવા મળે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

પારિવારિક કાર્યોમાં સાનુકૂળતા રહે. સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય.  ખર્ચ-ખરીદી થઈ શકે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૯-૧



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh