Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવકની બહેનને ઉપાડી જવાની દાટી મરાઈઃ
જામનગર તા. ૨૮: જામનગરની એક યુવતી સાથે રાજકોટના યુવકે પ્રેમલગ્ન કર્યા પછી યુવતીના પિતાએ યુવકના પરિવારને મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત યુવકની બહેનનું અપહરણ કરવાની દાટી મારતા રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા રઘુવીર પાર્કમાં વસવાટ કરતા અને કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા આશિષ વૈષ્ણવ નામના બાવીસ વર્ષના યુવાને જામનગરમાં રહેતી અંકિતા મિતેશભાઈ ભટ્ટ નામની યુવતી સાથે પાંચેક વર્ષ પહેલાં સંપર્ક થયા પછી બંને વ્યક્તિ પ્રેમસંબંધથી બંધાયા હતા.
ત્યારપછી ગઈ તા.૧પના દિને કાલાવડના નાગપુરમાં ગ્રામ પંચાયત કચેરીમાં બંને વ્યક્તિએ રજીસ્ટર્ડ લગ્ન કર્યા હતા અને ત્યાંથી આ પ્રેમીઓ સાપુતારા જતા રહ્યા હતા. તે પછી ગઈ તા.ર૧ના દિને આશિષ અને અંકિતા રાજકોટ પરત ફર્યા ત્યારે અંકિતાએ પિતા મિતેશભાઈ કિશોરભાઈ ભટ્ટને ફોન કર્યાે હતો. તે પછી જામનગર આવેલી આ યુવતીનો ફોન પિતાએ લઈ લીધો હતો અને આશિષને ફોન કરી મિતેશ ભટ્ટે અંકિતાને જામનગર પરત મોકલી દેવા અન્યથા તેની બહેનનું અપહરણ કરવાની અને પરિવારને મારી નાખવાની ધમકી આપતા રાજકોટ તાલુકા પોલીસમાં આશિષ વૈષ્ણવે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial