Advertisement
Author: નોબત સમાચાર

મોટા થાવરીયા પાસે બાઈક સાથે મોટરની ટક્કરઃ યુવાનનું મૃત્યુ, એક મહિલાને થઈ ઈજા

કાલાવડ નજીક બાઈક સાથે મીની ટ્રકનો અકસ્માતઃ પોલીસમેનને ટ્રકે હડફેટે લીધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: કાલાવડ-રાજકોટ રોડ પર ગઈકાલે સવારે કાલાવડના શીશાંગ ગામના એક યુવાનના બાઈક સાથે મીની ટ્રક ટકરાઈ પડતા ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મંગળવારે રાત્રે મોટા થાવરીયા ગામથી વિજરખી વચ્ચે પરપ્રાંતીય શ્રમિકના બાઈક સાથે મોટર ટકરાઈ પડી હતી. જેમાં શ્રમિકનું મૃત્યુ થયું છે અને એક યુવતીને ઈજા થઈ છે. ઉપરાંત દ્વારકા જિલ્લાના ઓખામંડળના ભીમરાણા પાસે પોલીસ કર્મચારીના બાઈક સાથે મંગળવારે બપોરે ટ્રક ટકરાઈ પડતા ઘવાયેલા પોલીસમેનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

કાલાવડ તાલુકાના શીશાંગ ગામના કીર્તિભાઈ રતીલાલ દાફડા (ઉ.વ.ર૮) નામના યુવાન બુધવારે સવારે કાલાવડથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલી સ્કૂલ પાસેથી જીજે-૩-એમ ૪૧૬૭ નંબરનું મોટરસાયકલ લઈને કાલાવડ તરફ આવી રહ્યા હતા.

તેઓના બાઈકને જીજે-૧૦-ટીએક્સ ૮૭૫૮ નંબરના માલવાહક વાહને ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા કીર્તિભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. સારવારમાં ખસેડાયેલા કીર્તિભાઈનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પિતા રતીલાલ કેશાભાઈ દાફડાએ પોલીસને જાણ કરી છે. પોલીસે નાસી ગયેલા વાહનચાલકના સગડ દબાવ્યા છે.

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં  ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના કેશુર રામશીભાઈ બુંદુડીયા અને જાંબલીબેન મંગળવારે રાત્રે નવેક વાગ્યે મોટા થાવરીયા ગામના પાટીયા પાસેથી જીજે-પ-ડીકે ૬૦૧૬ નંબરના બાઈકમાં જતા હતા.

આ વેળાએ જીજે-૧૦-ટીએક્સ ૭૬૩૭ નંબરની સ્વીફટ મોટર સામેથી પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા બાઈક ચલાવી રહેલા કેશુરભાઈ ફંગોળાયા હતા. આ અકસ્માતમાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે જાંબલીબેનને ઈજા થઈ છે.

અકસ્માત સર્જી મોટરનો ચાલક દોટ મૂકીને નાસી ગયો છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સબોટા ગામના વતની રામશીભાઈ જસલીયાભાઈ બુંદુડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલસતંત્રમાં ફરજ બજાવતા દેવશીભાઈ ગોવાભાઈ ગોધમ નામના પોલીસ કોન્સ્ટેબલ મંગળવારે બપોરે જીજે-૧૮-જીબી ૨૯૫૮ નંબરના મોટરસાયકલમાં દ્વારકાથી પોતાની ફરજના સ્થળ-બેટ દ્વારકા પોલીસ સ્ટેશન જવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે ભીમરાણા ગામ પાસે પહોંચ્યા ત્યારે સામેથી જીજે-૧૮-બીટી ૫૮૫૨ નંબરનો ટ્રક રોંડ સાઈડમાં ધસી આવ્યો હતો. તેના ચાલકે અકસ્માત સર્જતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા દેવશીભાઈને દવાખાને ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી ટ્રકચાલક ટ્રક મૂકીને પલાયન થઈ ગયો છે. તેની સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh