Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માઈભક્તોથી મંદિરો ઉભરાયા
ખંભાળિયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોય, દેવીભક્તો સવારથી જ તેમના કુળદેવી તથા માનતા હોય તે દેવી મંદિરોમાં પૂજા કરવા તથા ભક્તો દ્વારા ઘટસ્થાપન તથા વિશેષ પૂજા શરૂ કરવામાં આવી છે.
ચૈત્રી નવરાત્રિ સાધના પૂજા કરવા માટેની ખાસ નવરાત્રિ મનાય છે જેથી આ નવરાત્રિ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તથા વિશેષ પૂજા માટે ખૂબ ઉપયોગી ગણાય છે તથા ભક્તો નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશનિના પાઠ, મંત્ર જાપ, માળા, ગાયત્રી ચાલીસા, સિદ્ધ કુંજિકા સ્તોત્ર, દેવીકવચ, જેવા પાઠ તથા માળા અને અષ્ટમીના હવન પણ કરે છે.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ધતુરિયાના વિદ્વાન બ્રાહ્મણ ભરતભાઈ બાંભણિયાએ જણાવેલ કે વિશેષ સિદ્ધિ તથા કાર્યો સફળ કરવા માટે ચૈત્રી નવરાત્રિને ઉત્તમ કહેવાય છે. કુળદેવી તથા માતાજીની પૂજા માળા સાથે ખૂબ જ મહત્ત્વના દુર્ગા સપ્તશનિ તથા દેવી ભાગવતના પાઠ ઉત્તમ ફળ આપનાર ગણાય છે. માતાજીને પ્રસન્ન કરવા ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન શીઘ્ર ફળદાયી અને ઉત્તમ તથા કષ્ટોમાંથી મુક્તિ અપાવનાર છે.
ખંભાળિયાના પ્રાચીન માતાજીના વિશેષ મંદિરો રૂડીલાખી માતાજી, બહુચર માતાજી, ગાયત્રી માતાજી મંદિર, પુષ્કરણા બ્રહ્મપુરી, ખામનાથ, ઝીબલિયા મહાદેવ, ઘુમલી ડુંગર ઉપર આશાપુરા તથા સામુદ્રી માતાજી મંદિર, ભાતેલમાં આશાપુરા માતાજી મંદિર, ખંભાળિયામાં ઔદિચ્ય બ્રાહ્મણ વારણી માતાજી, સારસ્વત બ્રાહ્મણોના સરસ્વતી માતાજી ખૂબ જ પ્રાચીન અને જમીનમાં ઊંડા રહેલ હરસિદ્ધિ માતાજી, સીંઘવી સિકોતેર માતાજી, સતવારા વાડી પાસે ચામુંડા માતાજીના મંદિરે ભવ્ય આરતી તથા વિશેષ દર્શન પણ યોજાય છે.
ચૈત્રી નવરાત્રિ દરમિયાન દેવીભક્તો ઉપવાસ રહીને તથા સવાર-સાંજ માતાજીની વિશેષ પૂજા તથા દર્શન અને દુર્ગાસપ્તશનિ ભાગવતનો પાઠ કરીને તથા માળા કરીને ભક્તિથી નવરાત્રિ ઉજવે છે તથા મંદિરોમાં પણ વિશેષ પૂજા-દર્શન તથા ભવ્ય સાયં આરતીઓ પણ થાય છે જેમાં પણ ભાવિકો ઉમટે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial