Advertisement
Author: નોબત સમાચાર

બે દાયકાની કાયદાકીય લડત પછી મકાન માલિકને દુકાનનો મળ્યો કબજો

લીમડા લાઈનમાં આવેલી દુકાનનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના લીમડા લાઈનમાં આવેલી એક દુકાનના ખાલી કબજા માટે તેના માલિક તથા ભાડૂઆત વચ્ચે ચાલતી કાનૂની લડાઈના અંતે બે દાયકા પછી માલિકને  દુકાન નો કબજો મળવા પામ્યો છે.

જામનગરના લીમડા લાઈન વિસ્તારની શેરી નં.૩માં હંસ નિવાસ નામની જગ્યાના માલિક રસીકલાલ મગનલાલ મહેતાના સીધીલીટીના વારસદાર દરજ્જે પાર્થ સંદીપભાઈ મહેતાની સંયુક્ત માલિકીની દુકાન થોડા સમય પહેલા અશોક ગંગદાસ પટેલને ભાડૂત તરીકે આપવામાં આવી હતી. તે દુકાનનો કબજો મેળવવા દાવો કરાતા અરજદારની તરફેણમાં હુકમ થયો હતો.

આ હુકમ સામે જિલ્લા કોર્ટમાં અપીલ થઈ હતી. તે નીકળી જતાં હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. જેમાં આ કેસ જામનગરની કોર્ટમાં રિમાન્ડ કરાયો હતો. તે હુકમ મુજબ જિલ્લા અદાલતમાં રેગ્યુલર સિવિલ અપીલ કરાઈ હતી. તે રદ્દ થતાં સામાવાળાએ ફરીથી સેકન્ડ અપીલ કરી હતી. જે વીથ-ડ્રો કરી લેવામાં આવી હતી. અરજદારે દુકાનનો કબજો મેળવવા અદાલતમાં દરખાસ્ત કરતા અદાલતે આ જગ્યાના કબજાનું વોરંટ ઈસ્યુ કર્યું છે. આથી બે દાયકા પછી દુકાનનો ખાલી કબજો મળવા પામ્યો છે. અરજદાર તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા, પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh