Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકી વસૂલાત અંગે મનપા આકરા પાણીએઃ
જામનગર તા. ૧૪: જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા આકરા પાણીએ જણાય છે. જામનગરમાં વેરા વસૂલાત માટે અનેક વિસ્તારમાં સોમવારે મનપા પાણી વિતરણ બંધ શરશે, તદુપરાંત સ્થાવર/જંગમ જપ્તિ અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની આખરી નોટીસ ફટકારાઈ છ ે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાવર/જંગમ મિલકતો જપ્તિ અંગેની તથા પાણી પુરવઠો અસ્થાઈ રૂપે બંધ કરવા અંગેની જાહેર નોટીસ તા. ૬-૩-ર૦ર૬ ના વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. પ્રસિદ્ધ થયેલ જાહેર નોટીસના ૭ દિવસ તા. ૧૩-૩-ર૦ર૬ ના પૂર્ણ થતા હોય, ટેક્સ વિભાગના રેકર્ડ અનુસાર જાહેર નોટીસની મુદ્ત દરમિયાન બાકીદારો દ્વારા ટેક્સ અને ચાર્જીસ જામનગર મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલ ન હોય, તા. ૧૪-૩-ર૦ર૬ થી જાહેર નોટીસમાં દર્શાવ્યા અનુસારની કામગીરી જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર હોય, અને અમુક વિસ્તારોનો પાણી પુરવઠો અસ્થાઈ રૂપથી બંધ કરવામાં આવનાર છે.
જેમાં વોર્ડ નં. ૧ મા શાંતિનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, મચ્છરનગર, શાસ્ત્રીનગર, મોમાઈનગર, કાપડમીલની ચાલી, વોર્ડ નં. ર મા ધરારનગર-૧, આંબેડકર ધામ, સેનાનગર/વાયુનગર, સ્વામિનારાયણ ધામ, યોગેશ્વર ધામ, તિરૂપતિ પાર્ક, શિવ ટાઉનશીપ, રાધાકૃષ્ણ પાર્ક, જય દ્વારિકાધીશ પાર્ક, રવિ પાર્ક, વોર્ડ નં. પ રવિ પાર્ક, શિવનગર, રાધાકૃષ્ણ પાર્ક, યોગેશ્વરનગર, યોગેશ્વર ધામ સોસાયટી, મહારાજા સોસાયટી અને તારમામદ સોસાયટી, વોર્ડ નં. ૧૩ મા શક્તિ સોસાયટી, રામકૃષ્ણ સોસાયટી, સરસ્વતી સોસાયટી, પ્રવિણ દાઢીની વાડી, ગોકુલનગર રડાર રોડ, નાઘેડી સબ સ્ટેશન, વોર્ડ નં. ૧પ મા મયુર બાગ, શ્રીજીનગર, સેટેલાઈટ પાર્ક, સાયોનાશેરી, મારૂતિનગર, રમેશ હાર્ડવેરવાળી શેરી, વોર્ડ નં. ૧૭ મા હર્ષદમીલની ચાલી, જાગૃતિ સોસાયટી, આંબેડકર વાસ, સાધના કોલોની, પટેલ પાર્ક, ગ્રીન સિટી, લક્ષ્મીનગર, મથુરાનગર, મયુર ગ્રીન, પટેલનગર, વૃંદાવન પાર્ક, આશીર્વાદ દીપ, મંગલધામ સોસાયટી, દ્વારિકાધીશ સોસાયટીમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવનાર છે.
આ વિસ્તારોના બાકી વેરા વસૂલાત અન્વયે બાકીદારોની સ્થાવર-જંગમ મિલકતો જપ્તિ કરવામાં આવશે જેની જાહેર જનતા જોગ જાણ કરવામાં આવનાર છે. તેમ આસી. કમિશનર (ટેક્સ) જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial