Advertisement
Author: નોબત સમાચાર

નગરની ૬ સોસાયટીનો પાણી પુરવઠો બંધઃ ૩૨ બાકીદારોની મિલકતો સીલ

જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર મહાનગર પાલિકા દ્વારા મિલકત વેરો અને પાણી ચાર્જ ભરપાઈ નહીં કરનાર આસામીઓની ૩૨ મિલકતો સીલ અને ૬ સોસાયટીની પાણી સપ્લાય બંધ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા માં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો / પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી. આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં આવતા અને મહાનગર પાલિકાએ ૩૨ મિલકતો સીલ કરી છે. જ્યારે  ૬  સોસાયટીઓની પાણી સપ્લાય બંધ કરી દીધી હતી.

જામનગર મહાનગર પાલિકા દ્વારા વેરો નહિ ભરનારા આસામીઓનો સત્વરે વેરો ભરપાઈ કરવા સૂચના / નોટીસો આપી હતી. વ્યાજમાફી યોજનાની પણ તક આપી હતી.આમ છતાં વેરો ભરપાઈ કરવામાં નહી આવતા ગત તા.૬ માર્ચના આખરી જાહેર નોટીસ આપી સાત દિવસની સમય આપ્યો હતો અને જો સાત દિવસમાં વેરો ભરપાઈ કરવામાં નહી આવે તો પાણી સપ્લાય બંધ કરી તેમજ મિલકત જપ્તી કરી  તેનું હરાજીમાં વેચાણ કરી વેરો વસૂલવામાં આવશે તેમ જણાવ્યું હતું. આમ છતાં વેરો ભરપાઇ કરવામાં નહી આવતા મહાનગર પાલિકાએ કડક પગલા લેવાનું સોમવારથી શરૂ કર્યું  છે. અને મિલકત સિલિંગ અને પાણી સપ્લાય બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે ૧૬ જેટલી સોસાયટીની પાણી સપ્લાય બંધ કરી હતી જ્યારે આજે ઉમેદલાલ મોહનલાલ (જોડીયા વાલા બિલ્ડીંગ)ની ૩૦ મિલકતોની રૂ.૨,૯૨,૯૮૦ની બાકી વસૂલાત અન્વયે તમામ ૩૦  મિલકતો સીલ કરવામાં આવી હતી. ઉપરાંત દેવરખીભાઈ  પરબતભાઇ ધ્રાંગુની રૂ.૨૫,૭૫,૯૮૭ની બાકી વેરા વસૂલાત અને શ્રીરામ કન્સ્ટ્રક્શન ભાગીદારી પેઢીના રૂ. ૧,૪૩,૦૩૨ની બાકી વેરા વસૂલાત અન્વયે તેઓની મિલ્કત સીલ કરવામાં આવી હતી. તેમજ દસ મિલકત ધારકોને રૂપિયા ૫ લાખ ૪૦ હજારની રકમના ચેક સ્થળ પર જ આપીને વેરો કર્યો હતો.

આ ઉપરાંત પાણી ચાર્જની બાકી વસુલાતા અન્વયે જ્ઞાનગંગા ઝોન હેઠળના મયુરબાગ, શ્રીજી નગર અને મંગલધામ સોસાયટી, સોલેરિયમ ઝોન હેઠળના મચ્છર નગર, બેડી ઝોન હેઠળના કાપડની ચાલી અને હાઉસિંગ બોર્ડની ચાલીમાં પાણી સપ્લાય બંધ કરી હતી. જેમાં ૧૨૯૮ ઘરની પાણી સપ્લાય બંધ કરવામાં આવી છે.

આ કામગીરી મ્યુની. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ)  જીગ્નેશ નિર્મળ અને વોટરવર્ક શાખાના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ સીધી દેખરેખ હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જે સોસાયટીઓનો પાણી પુરવઠો અટકાવાયો, તે આખી સોસાયટીઓના રહીશોએ કરવેરા નહીં ભર્યા હોય ? તેવા સવાલો પણ ઉઠયા છે.

૫ાણી ચાર્જ અને મિલકત વેરાની બાકી વસુલાત અન્વયે

બંધ કરાયેલ પાણી સપ્લાય પુનઃ શરૂ કરી દેવામાં આવી

જામનગરમાં પાણી ચાર્જ અને મિલકત વેરાની બાકી વસુલાત અન્વયે મહાનગર પાલિકા દ્વારા કડક વસુલાત કરવામાં આવી રહી છે અને મિલકત સીલ તથા પાણી સપ્લાય બંધ કરવામાં આવી રહી છે.  છેલ્લા બે દિવસમાં અનેક સોસાયટીમાં પાણી સપ્લાય બંધ કરી પાણીનાં વાલ્વ જ સીલ કરી દેવામાં આવ્યા હતાં.  પરંતુ રાજકીય ચંચુપાતના કારણે તમામ સોસાયટીના પાણીના વાલ્વના સીલ ખોલી નાખવામાં આવ્યા છે અને પાણી સપ્લાય પુનઃ શરૂ કરી દેવામાં આવી છે.  શહેરના વિકાસ માટે નાણાની જરૂર રહે છે અને હાલ વ્યાજ માફી યોજના પણ અમલમાં છે.  આથી નગરજનોએ પોતાના ચુકવવાના બાકી વેરાની રકમ સત્વરે ચુકવી આપી શહેરના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.  જો નગરજનો વેરો ભરપાઈ કરે નહીં તો વિકાસ કામોને વિપરીત અસર થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh