Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડ કપ'
કોલકાતા તા. પઃ ભારત અને શ્રીલંકાના યજમાનપદે રમાઈ રહેલ ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડ કપ હવે અંતિમ ચરણોમાં છે. આ ટુર્નામેન્ટના પ્રથમ સેમિફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટે પરાજય આપી ફાઈનલમાં વટભેર પ્રવેશ કર્યો છ ે.
ન્યુઝીલેન્ડના કપ્તાને ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય કર્યો હતો. દ. આફ્રિકાની ટીમે નિર્ધારીત ર૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૯ રનનો સ્કોર કર્યો હતો.
જેના જવાબમાં ન્યુઝીલેન્ડના બેટધરોએ આક્રમક ફટકાબાજી કરી હતી, અને માત્ર ૧ર.પ ઓવરમાં જ એક વિકેટે ૧૭૩ રન કરી જવલંત વિજય મેળવ્યો હતો. ન્યુઝીલેન્ડના ફીન એલને આઠ છગ્ગા અને દસ ચોગ્ગા સાથે માત્ર ૩૩ દડામાં અણનમ સદી ફટકારી હતી. ટી-ર૦ વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાં આ સૌથી ઝડપી સદી છે.
ન્યુઝીલેન્ડની ટીમનો વિજય થતા તેનો ફાઈનલમાં પ્રવેશ થયો છે. આજે સાંજે ટી-ર૦ વર્લ્ડ કપનો બીજો સેમિફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે મુંબઈમાં રમાનાર છે, જેમાં જીતનાર ટીમ સામે ન્યુઝીલેન્ડનો ફાઈનલ મેચ રમાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial