Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી
જામનગર તા. ૭: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ગઈકાલથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ દિવસે કોઈપણ ઉમેદારી પત્ર રજૂ થયું નથી.
જામનગર મહાનગર પાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ માટે સંબંધિત વિભાગના ચૂંટણી અધિકારીની નિમણૂક થઈ ચૂકી છે.
જો કે, ગઈકાલે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. હવે આજે બીજો દિવસ છે, જો કે, હજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના અમુક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, પરંતુ તમામ બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી, જ્યારે ભાજપે તો હજુ એેક પણ ઉમેદવાર જ જાહેર કર્યા નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઃ પ્રથમ દિવસે એકપણ ફોર્મ રજુ ન થયું
ખંભાળીયા તા. ૭: ગુજરાત રાજ્યમાં પંચાયત તથા પાલિકાની જાહેર થયેલ ચૂંટણીઓના સંદર્ભમાં ગઈકાલથી દ્વારકા જિલ્લામાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.
દ્વારકા જિલ્લા પંચાયત, દ્વારકા તાલુકા પંચાયત, ખંભાળીયા તાલુકા પંચાયત, ભાણવડ તાલુકા પંચાયત તથા કલ્યાણપુર તાલુકા પંચાયતની બેઠક તથા ખંભાળીયા અને જામરાવલ નગરપાલિકાની બેઠક, સલાયાની એક બેઠકની પેટા ચૂંટણી માટે એકપણ ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યો ન હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial