Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકર સહિત બે રાશિના જાતકોને મહેનત-અનુભવ અને આવડતથી કામનો ઉકેલ આવી શકેે
Aries (મેષ: અ-લ-ઈ)
આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. કુટુંબ-પરિવારની ચિંતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આપનું હૃદય-મન અતિ પ્રસન્નતા અનુભવે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૪
Cancer (કર્ક: ડ-હ)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનનો સહકાર મળી રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૮
Leo (સિંહ: મ-ટ)
આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. ઘર-પરિવારના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહ્યા કરે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૯-૩
Libra (તુલા: ર-ત)
આપના કામની સાથે પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ આવતા રાહત થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. નોકર-ચાકરનો સાથ-સહકાર રહે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષે ચિંતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૬
Capricorn (મકર: ખ-જ)
આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની સાથે સંસ્થાકીય-જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. સામાજિક-વ્યાવહારિક કામ થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૪