Advertisement
Author: નોબત સમાચાર

બાલાચડીમાં શોપીંગ મોલના બાંધકામમાં રૂપિયા ૭.૫૯ લાખની વીજચોરી ઝડપાઈ

'સ્પેશિયલ ચેકીંગ ડ્રાઈવ'માં વીજતંત્રને સફળતાઃ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૨૦: જામનગર સર્કલના જામનગર ગ્રામ્ય વિભાગ હેઠળ વીજ ચોરીના દૂષણને ડામવા માટે હાથ ધરવામાં આવેલી 'સ્પેશિયલ ચેકીંગ ડ્રાઈવ'માં વીજ તંત્રને મોટી સફળતા મળી છે. બાલબાચડી ગામે શોપિંગ મોલ અને એટીએમના બાંધકામ માટે થઈ રહેલી સાડા સાત લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર ગ્રામ્ય વિભાગના ફલ્લા સબ ડિવિઝન હેઠળ આવતા બાલાચડી ગામે વીજ તંત્ર દ્વારા સ્પેશિયલ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ સોનગ્રા (સી/ઓ કેવલ એન્ટરપ્રાઈઝ) દ્વારા કોઈપણ પ્રકારના કાયદેસરના વીજ જોડાણ વગર, શોપિંગ મોલ અને બેંક એટીએમના બાંધકામ માટે વીજ કંપનીની એલટી લાઈનમાંથી સીધું જ અનધિકૃત કનેકશન મેળવી ૦૭.૧૪૬ કેવી જેટલો વીજ લોડ વાપરતા રંગેહાથ ઝડપાયા હતા.

આ મામલે વીજતંત્ર દ્વારા કલમ-૧૩૫ હેઠળ કાર્યવાહી કરી રૂ।. ૭,૫૧,૧૩૮.૩૨નું આકારણી બીલ અને રૂ।. ૮૦૦૦ કમ્પાઉન્ડિંગ ફી મળી કુલ રૂ।. ૭,૫૯,૧૩૮.૩૨નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ કામગીરી જામનગર સર્કલના અધિક્ષક ઈજનેર એચ. ડી. વ્યાસ તથા ગ્રામ્ય વિભાગના કાર્યપાલક ઈજનેર એમ. એમ. રાબડીયાના સીધા માર્ગદર્શન હેઠળ ફલ્લા સબ ડિવિઝનના નાયબ ઈજનેર પી. બી. પ્રસાદ અને જુનિયર ઈજનેર ડી. સી. કથીરીયા દ્વારા કરવામાં આવી હતી અને વિગતો આપી હતી. આ દરોડાને પગલે વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh