Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંહ સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કામ થવાથી પ્રસન્નતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭
Cancer (કર્ક: ડ-હ)
નાણાકિય રોકાણ,વ્યવહારના કામમાં સાવધાની રાખવી પડે. મોસાળપક્ષ-સાસરીપક્ષે ચિંતા-ખર્ચ જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૬
Leo (સિંહ: મ-ટ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ રહે. રાજકિય-સરકારી કામમાં આપને સાનુકૂળતા રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૩
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ -ખર્ચ જણાય. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૮-૬
Libra (તુલા: ર-ત)
આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી-બદલીના કામ થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાનના કામ થાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપની બુદ્ધિ-મહેનત-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળતા રાહત થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૪