Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત્ ચોમાસામાં વાવેતર કરેલ મગફળીના પાકમાં માવઠાની અસર થવાથી વ્યાપક નુક્સાન થયાની બૂમરાળો વચ્ચે તથા ખેડૂતોને રપ૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાકની સહાય માટે ચૂકવાયાની વચ્ચે ૧૧૬૦ કરોડની મગફળી તો ટેકાના ભાવમાં વેંચાઈ અને ખુલ્લા બજારમાં તેનાથી ડબલ ગણો તો અંદાજે એક હજાર કરોડનો મગફળીનો જથ્થો તો ખુલ્લા બજારમાં વેંચાયો છે. ત્રણેક હજાર કરોડનો જથ્થો મગફળીનો વેંચાયો તો આમાં માવઠાની અસર ક્યાં? અધુરામાં પૂરૃં રપ૦ કરોડની સરકારી સહાય તો લટકામાં.
દ્વારકા જિલ્લામાં કહેવાય છે કે મગફળીના પાક/મગફળીને બહુ નુક્સાન થયું નથી, પણ મગફળીના પાંદડા/ઘાસને જ નુક્સાન થયું હતું. તેથી ખેડૂતોને માવઠાના મારના દેકારો થવાની વચ્ચે ત્રણેક હજાર કરોડની મગફળી વેંચાઈ અને તેમાં પણ ૧૪પર ના મણના ભાવથી ૧૧૬૦ કરોડની મગફળી વેંચાઈ, ખરેખર માવઠાથી નુક્સાન તો થયું, પણ તેનાથી વધુ આવક મગફળી વેંચાણ તથા નુક્સાન સહાયની થઈ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial