Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમાન્ડ સેન્ટરમાં માલિકને સોંપી અપાઈ રકમઃ
જામનગર તા. ૬: જામનગરમાં કચરા વીણતા એક યુવકને ગઈકાલે સવારે રૂ।.૬ લાખની રોકડવાળી થેલી રોડ પરથી મળ્યા પછી તેણે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરૃં પાડી આ રકમ તેના માલિકને સોંપવા માટે એક મહિલા પોલીસકર્મીના વેપારી ભાઈનો સંપર્ક કર્યાે હતો. તે દરમિયાન વેપારીએ નેત્રમનો સંપર્ક કર્યાે હતો. બંને વચ્ચે સર્જાયેલા સમન્વય પછી આ ગરીબ વ્યક્તિએ પૈસા ભરેલી તે થેલી વેપારીને પરત સોંપી આપી હતી.
જામનગરના પંચવટી વિસ્તારમાં વસવાટ કરતા એક વેપારી ગઈકાલે સવારે સુપર માર્કેટ સ્થિત પોતાની દુકાને જવા નીકળ્યા ત્યારે રૂ।.૭ લાખ જેમાં રોકડા હતા તે થેલી રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી. હાંફળાફાંફળા બની આ વેપારીએ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યાે હતો.
તરત જ હરકતમાં આવેલી કમાન્ડ સેન્ટરની ટીમે પોલીસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા આ થેલી કચરો વીણતા એક ત્રિચક્રીય સાયકલના ચાલકને મળી હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી આ વ્યક્તિની શોધ કરાતી હતી. તે દરમિયાન મહિલા પોલીસકર્મી મનિષાબેન બેરાએ પોતાના ભાઈ જયેશ પાસે એક વ્યક્તિ આ થેલી લઈ આવ્યો છે અને તે થેલી મળી હોવાનું કહે છે તેમ જણાવતા પોલીસ ટીમ જયેશ પાસે દોડી ગઈ હતી જ્યાં કચરા વીણતા યુવક મળી આવ્યા હતા અને તેણે પૈસા ભરેલી થેલી વેપારીને સુપ્રત કરી હતી. વેપારીએ આ યુવકનો આભાર વ્યક્ત કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial