Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૩પ જેટલા વિદ્યાર્થીઓને માતૃભાષા વિશે સમજાવ્યાઃ
જામનગર તા. ૨૫: ગુજરાત સાહિત્ય અકાદમી અને ખોજાબેરાજા પ્રાથમિક શાળા, ખોજાબેરાજાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ ર૦ર૬ ની ઉજવણી કરવામાં આવી હતી. સાહિત્ય અકાદમી-ગુજરાતના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહાં તેમજ મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવની પ્રેરણાથી 'મળી માતૃભાષા મને ગુજરાતી' સફળ રહ્યો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા અનિલભાઈ રાખોલિયા અને વિધિબેન અણદાણીએ માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ શારદાબેન ૫ંડ્યા, દિલીપભાઈ વ્યાસ, ભાવનાબેન મારૃં અને સંયોજક તરીકે શીતલબેન માલાણી તેમજ સંચાલક તરીકે જોષી રિદ્ધિબેને સેવા આપી. કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિની બોસરિયા તૃષાબેનને પણ માતૃભાષા અંગે વક્તવ્ય રજૂ કર્યું. કાર્યક્રમમાં શાળા પરિવારમાંથી કસરેજા પ્રતાપભાઈ, કગથરા બિનાબેન, નકુમ જલ્પાબેન, પુંજાણી મુસ્કાનબેન, પુંજાણી નિહારિકાબેન તેમજ ૧૩પ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને માતૃભાષાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial