Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.ડી. પરમારની સિદ્ધિ
લાલ૫ુર તા. ૧૩: લાલ૫ુર તાલુકામાં તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. પી.ડી. પરમાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તા સુધારણા માટે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. કુલ ૮ આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય ગુણવત્તા એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ લેવલે સર્ટિફીકેશન તથા ૧ પ્રાયમરી હેલ્થ સેન્ટરને ડીસ્ટ્રીક્ટ ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર તરીકે નેશનલ લેવલે સર્ટિફીકેશન પ્રાપ્ત કરાવવામાં આવ્યું છે.
તેઓએ ડિસેમ્બર-ર૦ર૬ સુધી દર મહિને સરેરાશ ૩ આયુષ્માન આરોગ્ય મંદિરને નેશનલ ગુણવતા સર્ટિફાઈડ કરાવવાનો મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ નક્કી કર્યો છે. તાજેતરમાં ડો. પરમાર દ્વારા સ્ટેટ લેવલ નેશનલ ક્યુલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ આઈએ એસપીટી પરીક્ષાી સફળતાપૂર્વક પાસ કરીને પોતાની કાર્યક્ષમતા વધુ મજબુત બનાવવામાં આવી છે. તેઓ દરેક આરોગ્ય કેન્દ્રની વ્યક્તિગત મુલાકાત લઈ સ્ટાફને એનક્યુએએસ અંગે તાલીમ આપે છે, જરૂરી માર્ગદર્શન આપે છે તથા દરેક સેન્ટરને સ્વયં સર્ટિફીકેશન માટે તૈયાર કરે છે. તેઓ રૂટીન આરોગ્ય સેવાઓ અને વહીવટી જવાબદારીઓ વચ્ચે પણ તેઓ એનક્યુએએસ કામગીરીમાં સંપૂર્ણ ખંત, પ્રામાણિકતા અને સમર્પણથી કાર્ય કરી રહ્યાં હોવાના લોકોના પ્રતિભાવો પણ મળતા રહે છે.
વર્ષ-ર૦૧પ થી અત્યાર સુધી રાજય કક્ષાએથી નેશનલ લેવલ સંબંધિત ટ્રેનીંગ લઈને તેઓએ જામનગર જિલ્લા તથા રાજકોટ રિજીયનના અન્ય જિલ્લાઓમાં મળીને અંદાજે પ૦૦ થી વધુ ડિસ્ટ્રીક્ટ હેલ્થ, એસડીએચ, સીએચસી, પીએચસી, એએએમ અને એસી સેન્ટરનું નેશનલ ક્વોલિટી એસ્યોરન્સનું ટાર્ગેટ એસેસમેન્ટ પણ કર્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial