Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોર્ડ નં. ૪ ના સળગતા પ્રશ્નો અંગે રૂબરૂ રજૂઆતો કરી
જામનગર તા. ૯: જામનગરના વોર્ડ નંબર ૪ ના કોંગ્રેસના જાગૃત કોર્પોરેટર રચનાબેન નંદાણિયા ઈજાગ્રસ્ત થયા હોવા છતાં ગત્ શનિવારે પોતાના વિસ્તારની રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં, અને અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.
વોર્ડ નંબર ૪ મા પાણી, રસ્તા અને દીવાલ બનાવવાની પડતર માગણી સહિતના મુદ્દાઓની અનેક વખત રજૂઆતો છતાં મહાનગર પાલિકા કચેરીના અધિકારીઓ દાદ નહીં આપતા ગત્ શનિવારે સ્થાનિક કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાને પગમાં પ્લાસ્ટર હોવા છતાં વોકરના સહારે મહાનગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતાં, અને કચેરીના પટાંગણમાં જ બેસી ગયા હતાં ત્યાં અધિકારીને બોલાવી તેમની સમક્ષ આકરા શબ્દોમાં રજૂઆતો કરી હતી. ખાસ કરીને હાથણી વિસ્તારમાં પાણી અને રસ્તાના પ્રશ્ને ઉગ્ર રજૂઆતો કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial