Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરા પાસે મોટરમાં બીયરની મોજ માણતા પાંચ લવરમુછીયા ઝડપાઈ ગયા

દારૂની ૧૬ બોટલ સાથે બે શખ્સ પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામગર તા. ૧૩: જામનગરની વાણંદ શેરી પાસે રહેતો એક શખ્સ તથા નવાગામ ઘેડનો એક શખ્સ ઈંગ્લીશ દારૂની ૧૬ બોટલ સાથે પોલીસના સકંજામાંઆવ્યા છે. જ્યારે કનસુમરા પાટીયા નજીક ખાનગી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગઈ રાત્રે અંધારામાં મોટર રાખી બીયરનો નશો કરી રહેલા ચાર લવરમુછીયા ઝડપાયા છે.

જામનગરના રણજીત રોડ પર આવેલા ખાદી ભંડાર સામે મંદિર નજીક વસવાટ કરતા હિતેશ ડોલરભાઈ મારૂ તથા નવાગામ ઘેડમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા હર્ષ નયનભાઈ રાઠોડ નામના બે શખ્સને ગઈરાત્રે પોલીસે ઈંગ્લીશ દારૂની સોળ બોટલ સાથે પકડી પાડયા છે. આ શખ્સોના કબજામાંથી દારૂનો જથ્થો ઝબ્બે લઈ પોલીસે બંનેની ધરપકડ કરી છે.

જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળીયા બાયપાસ વચ્ચે આવેલા કનસુમરા ગામના પાટીયા નજીક હરીરામ બાપા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-૧માં પ્લોટ નં.૬૧૪ સામે ખાલી પડેલા પ્લોટમાં ગઈરાત્રે બારેક વાગ્યે જીજે ૧૦ ડીઈ ૪૦૬૯ નંબર વાળી અર્ટીગા મોટર રાખેલી જોવા મળી હતી. પેટ્રોલીંગમાં રહેલી પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે તે મોટર પાસે જઈ તલાસી લેતા તેમાંથી પાંચ શખ્સ દારૂની મહેફીલ માણતા ઝડપાયા છે.

તે મોટરમાંથી અર્પિત અમીતભાઈ કાપડીયા, સુદીપ મદનમોહન પંડિત, હિતાર્થ કમલેશભાઈ ભટ્ટ, પરીન અશોકભાઈ સંઘાણી, અક્ષીત આનંદભાઈ મહેતા નામના પાંચ વિદ્યાર્થી બીયરના ટીન સાથે નશાની હાલતમાં જુમતા મળી આવ્યા હતા. પોલીસે રૂ।. બે લાખ એકાવન હજારનો મુદ્દામાલ કબજે કરી પાંચેય સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh