Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૩૯ હજારની રોકડ રકમ કબજે લેવાઈઃ
જામનગર તા. ૧૯: જામનગરમાં પોલીસે ગઈકાલે અલગ અલગ ચાર સ્થળે જુગારની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને રૂા.૩૯ હજારની રોકડ સાથે તેમજ ચાર મહિલા સહિત કુલ ત્રેવીસને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ શખ્સ નાસી ગયા હતા.
જામનગરના પાણાખાણ શેરી નં.૩માં ગઈરાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ભરત મગનભાઈ ઠાકોર, મનસુખ પરસોત્તમભાઈ પાટડીયા, હાર્દિક શામજીભાઈ મકવાણા અને જયંતીભાઈ ગાંડાલાલ મકવાણાને રૂા.૧૧૫૦૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.
જામનગર-રાજકોટ માર્ગ પર જાંબુડા નજીક આવેલા વેલકમ વોટર પાર્કની પાછળના ભાગમાં ગત મોડીરાત્રે રોનપોલીસનો જુગાર રમતા હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, કાનજી ભૂપતભાઈ વડેચા, લાલજી સોમાભાઈ કારવેસા, ભરતભાઈ હંસરાજભાઈ સરવૈયા, ધર્મરાજસિંહ જશુભા જાડેજાને રૂા.૧૦૪૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ભાવેશ શાંતિલાલ પાટડીયા, યુવરાજસિંહ દેવીસિંહ જાડેજા અને લાલો નામનો શખ્સ નાસી ગયા હતા.
જામનગરમાં ભાનુ પેટ્રોલપંપ પાછળ પ્રભાતનગરના પટેલ સમાજ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા વિજય સંભાજી સેંડે, નિખીલ વિજયભાઈ સેંડે, સમીર કરીમભાઈ જામ, કરમશી રામજીભાઈ કણઝારીયા અને ઠાકરશી વેરશી પરમાર નામના પાંચને રૂા.૪૮૨૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જામનગરમાં બેડેશ્વર માર્ગ પર સાબુના કારખાના પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ગત રાત્રે દરોડો પાડયો હતો. આ સમયે જુગાર રમી રહેલા શારદાબેન વેજાભાઈ રોશીયા, ભાનુબેન ઉર્ફે ભાવનાબેન અશ્વિનભાઈ પાંડાવદરા, રાણીબેન જુમાભાઈ ચૌહાણ, પ્રભાબેન લખુભાઈ ચૌહાણ, ઈમ્તિયાઝ હુસેનભાઈ નોતીયાર, નરેશ ભીમાભાઈ ચૌહાણ, જયેશ ડાયાભાઈ ગોહિલ, ઈમરાન ઈશાકભાઈ નોતીયાર અને આરીફભાઈ આમદભાઈ માણેકને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂા.૧૨૩૭૦ની રોકડ રકમ કબજે કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial