Advertisement
Author: નોબત સમાચાર

ઘર પાસેથી માટી ઉપાડવાની ના પાડનાર મહિલા પર મહિલાઓનો તગારાથી હલ્લો

પાંચ મહિલાએ માર મારી ધમકી ઠપકારીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વસીલા ચોકમાં રહેતા એક મહિલાએ પોતાના ઘર પાસે ભરાઈ જતા પાણીના કારણે માટી નખાવી હતી. તે માટી ભરી જવા પાડોશમાં રહેતા મહિલાએ અન્ય ત્રણ મહિલાને કહ્યા પછી ગાળો ભાંડી કુલ પાંચ મહિલાએ માટી નખાવનાર મહિલાને તગારા, ઢીકાપાટુથી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

જામનગર નજીકના બેડેશ્વર પાસે આવેલી એકડેઅક બાપુની દરગાહ પાસે વસીલા ચોકમાં રહેતા અમીનાબેન અકબરભાઈ માજોઠી ગઈકાલે સવારે પોતાના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતા શરીફાબેન ત્યાં આવ્યા હતા. તેઓએ સાયદાબેન, સાયરાબેન, હુરબાઈને કહ્યું હતું કે, અહીં પડેલી માટી લઈ જાવ, તમને કોઈ કંઈ નહીં કહે. આ વેળાએ અમીનાબેને પોતાના ઘર પાસે પાણી ભરાતું હોવાથી આ માટી અમે ત્યાં નખાવી છે તેમ કહેતા અને માટી ઉપાડવાની ના પાડતા ઝઘડો થયો હતો.

ત્યારપછી સાયદાબેન, સાયરાબેન, ગુલશનબેન, હુરબાઈ, શેરબાનુ નામના પાંચ મહિલાએ ગાળો ભાંડી તગારા, ઢીકાપાટુથી હુમલો કરી માર મારવા ઉપરાંત હવે સાયરાબેન સાથે બોલાચાલી કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા અમીનાબેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh