Advertisement
Author: નોબત સમાચાર

જન્મ-મરણ નોંધણીના દાખલાની નકલની ફીમાં તગડો વધારો કરાયો

પહેલી મે થી નવા દરો લાગુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જન્મ-મરણના દાખલાની નકલની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકામાં પણ આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. હવે આવા દાખલા માટે નકલના રૂ. પ ના બદલે પ૦ ચૂકવવાના રહેશે.

જામનગરની જી.જી. સહિતની હોસ્પિટલમાં જન્મ લેતા બાળકો અને મૃત્યુ પામનારાઓને દાખલો મેળવવા માટે જામનગર મહાનગરપાલિકામાં જવું પડે છે. અહિં દરરોજ ર૦૦ થી વધુ જન્મ-મરણના દાખલા કાઢવામાં આવે છે.

સરકારે હવે આવા દાખલાની ફી ના ધોરણમાં વધારો કર્યો છે. નોંધ શોધાઈના રૂ. ર૦, જન્મ-મરણ પ્રમાણપત્રની નકલના પ૦ રૂપિયા, ર૧ થી ૩૦ દિવસની લેઈટ નોંધણી માટે ર૦ રૂપિયા, ૩૦ દિવસથી ૧ વર્ષ માટે લેઈટ નોંધણીના પ૦ રૂપિયા, અને એક વર્ષથી વધુના નોંધણીના બનાવોમાં જ્યુડી. મેજિસ્ટ્રેટ અથવા સિટી મેજિસ્ટ્રેટના હુકમથી લેઈટ ફીના ૧૦૦ રૂપિયા વસૂલવાનું તા. ૧-પ-ર૦રપ થી શરૂ કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh