Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી કંપનીના વિસ્તાર પાસે સર્જાયો અકસ્માતઃ
જામનગર તા. ૨: લાલપુરના કાનાલુસની સીમમાં ખાનગી કંપનીના વિસ્તારમાંથી ચાલીને પસાર થતાં એક યુવાન કોઈ રીતે પડી ગયા પછી બાજુમાંથી પસાર થતું હાઈડ્રો મશીન તેમના પર ફરી વળ્યું હતું. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મશીનના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમમાં આવેલા ખાનગી કંપનીના ૨૧૦ એન્કર નામના વિસ્તારમાં શનિવારે બપોરે મયુરભાઈ ડોસાભાઈ નંદાણીયા નામના યુવાન ચાલીને જતા હતા ત્યારે તેમની બાજુમાંથી જીજે-૧૦-સીઈ ૯૮૬ નંબરનું હાઇડ્રો મશીન પસાર થતું હતું. આ વેળાએ કોઈ કારણથી મયુરભાઈ પડી જતા તેમના પરથી હાઇડ્રો મશીન ફરી વળ્યું હતું. આ મશીનના તોતિંગ વ્હીલ નીચે ચગદાઇ જવાથી મયુરભાઈનું માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. આ મશીનના ચાલક જયદીપસિંહ જુવાનસિંહ પઢિયાર સામે લાલપુર પોલીસ મથકમાં ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રહેતા મેહુલભાઈ પ્રતાપભાઈ શુક્લએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial