Advertisement
Author: નોબત સમાચાર

જામનગર કચેરીમાં એન્વાયરમેન્ટલ મોનિટરીંગ મોબાઈલ વેનની સુવિધાઃ હાલારમાં ફરશે

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી જામનગરમાં એન્વાયરમેન્ટલ મોનિટરીંગ મોબાઈલ વેનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વાહન હાલારમાં જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને હવાના પ્રદૂષણની નોંધ કરી વડી કચેરીને તેનો અહેવાલ મોકલશે.

જામગર જીઆઈડીસી વિસ્તારમાં અનેક કારખાનાઓ ધમધમી રહ્યા છે. ત્યાંથી પ્રદૂષણની સમયાંતરે ફરિયાદો ઊઠવા પામે છે. ઉપરાંત મોટા ગજાની ઉદ્યોગ કંપનીઓ પણ પ્રદૂષણ ઓકતા રહે છે. આથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીને એક વાહનની ફાળવણી કરવામાં આવી છે.

જે વાહન અલગ અલગ વિસ્તારમાં ફરશે અને ત્યાંનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણની નોંધ કરશે અને તેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આથી જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા એકમો ઉપર અંકુશ આવશે અને તેઓ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા જરૂરી પગલાં લેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh