Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાધારણ સભા તથા દાતા સન્માન કાર્યક્રમ
ભાણવડ તા. ૬: ભાણવડ તાલુકા પેન્શનર મંડળ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સાથે સંસ્થાની સાધારણ સભા તેમજ દાતાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંસ્થાના પ્રમુખ ડો. રમેશ ભાઈ ભટ્ટ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના પછી દિવંગત પેન્શનરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ સમારંભમાં ૭૫ વર્ષ પૂરા કરનાર પેન્શનરોનું તથા આ કાર્યક્રમમાં અગ્રણી દાતાઓનું શાલ તથા ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત નરેન્દ્રભાઈ વિઠલાણી તથા જામનગર પેન્શનર મંડળ પ્રમુખ અતુલભાઈ બુચ દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરીને પેન્શનરોને લગતા વહીવટી પ્રશ્નો તથા જુદા જુદા મુુદ્દાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ ડો. રમેશભાઈ ભટ્ટ દ્વારા મંડળના વાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા. નવી કારોબારી રચના જાહેર કરવામાં આવી હતી. અંતમાં સમૂહ ભોજન યોજાયું હતું.
કાર્યક્રમના સહયોગીઓ વ્રજલાલ જાવીયા, સુભાષભાઈ શિહોરા, હાસમમાઈ હિંગોરા, કાંતિભાઈ જીંથરાનો ઋણ સ્વીકાર કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial