Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા બાયપાસ નજીક બાઈક સ્કૂટર અથડાતા કારખાનેદારને ઈજા

મોરકંડા પાટીયાના અકસ્માતની પોલીસમાં ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના ખંભાળિયા બાયપાસ રોડ નજીક શનિવારે સવારે બાઈક સાથે સ્કૂટર ટકરાઈ પડતા એક કારખાનેદારને પગમાં ફ્રેક્ચર થવા ઉપરાંત બે આંગળી કપાઈ ગઈ છે. જ્યારે સોમવારે સાંજે મોરકંડા પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના ગોકુલનગર નજીક દ્વારકેશ-૪ની શેરી નં.રમાં રહેતા ઉપેન્દ્રભાઈ મોહનભાઈ પરમાર શનિવારે સવારે જીજે ૧૦-બીબી ૬૩૬૬ નંબરના સ્કૂટરમાં કારખાનેથી ઘર તરફ જતાં હતા ત્યારે ખંભાળિયા બાયપાસ નજીક પેટ્રોલપંપ પાછળના સીસી રોડ પર જીજે-૧૦-ડીએસ ૮૪૦૬ નંબરનું એક્સેસ સ્કૂટર તેમની સાથે ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં ઉપેન્દ્રભાઈને પગમાં ફ્રેક્ચર થવા ઉપરાંત બે આંગળી કપાઈ ગઈ છે. તેઓએ સ્કૂટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળ એલઆઈજી-૧ આવાસમાં રહેતા દીપકભાઈ રમેશભાઈ ભટ્ટીના પુત્ર યુવરાજ તથા સાઢુભાઈના પુત્ર વૈભવભાઈ સોમવારે સાંજે લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે મોરકંડા ગામના પાટીયા નજીકથી પસાર થતા હતા ત્યારે તેઓના જીજે-૧૦-સીએસ ૯૬૭ નંબરના બાઈક ને જીજે-૧૦-ઈસી ૧૬૧૬ નંબરની મોટરે ઠોકર મારી હતી. જેમાં બંને માસીયાઈ ભાઈ ઘવાયા છે. મોટરચાલક સામે દીપકભાઈએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh