Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૧ જાન્યુ.થી ત્રણ દિવસ સુધી દ્વારકા જિલ્લામાંથી પસાર થશે
ખંભાળિયા તા. ૨૧: વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-૨૦૨૬ તા. ૩૧ જાન્યુઆરીએ આરાધના ધામ, ૧ ફેબ્રુઆરીએ બરડિયા અને ૨ ફેબ્રુઆરીએ શિવરાજપુરથી પસાર થશે યાત્રાનું સ્થાનિકો દ્વારા સ્વાગત તેમજ જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે. દેશના પશ્ચિમ દરિયાકાઈ કાંઠા પર સી.આઈ.એસ.એફ. દ્વારા સુરક્ષિત તટ, સમુદ્ધ ભારત થીમ સાથે યોજાનાર આ સાઈકલ યાત્રા ૨૮ જાન્યુઆરીથી શરૂ થશે. જે હાલાર સહિત ગુજરાતના જિલ્લાઓમાંથી પસાર થશે.
દરિયાકાંઠાની સુરક્ષા જાગૃતિ, રાષ્ટ્રીય એકતા અને સામુદાયિક ભાગીદારીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથેની એક સીમાચિહ્નરૂપ રાષ્ટ્રીય પહેલરૂપે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ 'વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬'ની બીજી આવૃત્તિ યોજાશે. સાયક્લોથોનનું આયોજન સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ સાથે કરવામાં આવી રહૃાું છે.
દેશના પશ્ચિમ કિનારાનીઆ સાયક્લોથોન કચ્છથી તા.૨૮ જાન્યુઆરીના પ્રસ્થાન થશે જે તા.૩૧ જાન્યુઆરીએ આરાધના ધામ, ૧ ફેબ્રુઆરીએ બરડિયા અને ૨ ફેબ્રુઆરીએ શિવરાજપુર ખાતેથી પસાર થશે, રોકાણના આ સ્થળોએ યાત્રાનું સ્થાનિકો દ્વારા સ્વાગત તેમજ જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે.. આ યાત્રા દીવ, ભાવનગર, આણંદ, સુરત, ભરુચ, દમણથી પસાર થશે.
ઉલ્લેખનીય છે કે, ભારતનો વિશાળ દરિયાકિનારો ૨૫૦ થી વધુ બંદરો ધરાવે છે.આ બંદરો, દરિયાકાંઠે આવેલી રિફાઇનરીઓ, શિપયાર્ડ્સ અને પરમાણુ ઊર્જા પ્લાન્ટ્સ સાથે, ભારતના આર્થિક વિકાસ અને ઊર્જા સુરક્ષા માટે અગત્યના છે. જોકે, તેઓ ડ્રગ્સ, શસ્ત્રો, વિસ્ફોટકોની દાણચોરી, ઘૂસણખોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવા સતત જોખમોનો પણ સામનો કરે છે. સીઆઈએસ એફ અનેક મુખ્ય બંદરો અને દરિયાકાંઠાના અન્ય જટિલ માળખાકીય સુવિધાઓની સુરક્ષા સંભાળે છે.
દરિયાકાંઠાના સમુદાયોને ડ્રગ્સ, હથિયારો અને વિસ્ફોટકોની દાણચોરી જેવા જોખમો વિશે સંવેદનશીલ બનાવવા અને તકેદારી રાખવા પ્રોત્સાહિત કરવા, મજબૂત દરિયાકાંઠાના સુરક્ષા નેટવર્ક માટે દરિયાકાંઠાના સમુદાયો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ભાગીદારી મજબૂત કરવી, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદો અને સુરક્ષા જવાનો અને તેમના પરિવારોના બલિદાનને સન્માનિત કરીને વંદે માતરમની ભાવના કેળવવી, ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસા, પરંપરાઓ, ઈતિહાસ અને ભૂગોળની ઉજવણી કરવી, દરિયાકાંઠાના સમુદાયો, ખાસ કરીને માછીમારો દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય યોગદાનને હાઈલાઈટ કરવું, ખાસ કરીને યુવાનો અને દરિયાકાંઠાના સમુદાયોમાં ફિટનેસ, શિસ્ત અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવું વગેરે ઉદ્દેશ્યો સાથે સીઆઈએસએફ કોસ્ટલ સાયક્લોથોન-૨૦૨૬થી આ પ્રવૃત્તિઓ નાગરિકો, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ અને સ્થાનિક હિતધારકોને રાષ્ટ્રીય સેવા અને જાગૃતિ માટે એક સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial