Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂટરમાં ૧૧ ચપલા લઈને જતો શખ્સ ઝડપાયોઃ
જામનગર તા. ૨૬: જામનગરના રામેશ્વરનગરમાં આવેલી કે.પી. શાહની વાડીમાં એક મોટરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૪૦ બોટલ કબજે કરી છે. ધ્રોલના દેડકદળમાંથી એક બોટલ મળી આવી છે. નગરના વુલન મીલ પાસે બાવરીવાસમાં ઝૂંપડામાંથી બાર બોટલ ઝડપાઈ છે અને અલીયા ગામમાં સ્કૂટરમાં લઈ જવાતા ૧૧ ચપલા કબજે કરાયા છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી કે.પી. શાહની વાડી તરફ ગઈકાલે સાંજે જઈ રહેલી એક મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સૂચનાની વોચ રાખી હતી. સર્વેલન્સ સ્ટાફે ત્યાં રાખેલી વોચ દરમિયાન જીજે-૧૩-એએચ ૩૮૫૭ નંબરની આઈ-૧૦ મોટર મળી આવી હતી. આ મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૪૦ બોટલ સાંપડી હતી. પોલીસે મોટર તથા દારૂનો જથ્થો મળી કુલ રૂ।.૩,૪૭,૨૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે. આ મોટરના ચાલક પટેલ કોલોનીની શેરી નં.૩/૯માં રહેતા જીતેન્દ્રસિંહ કલુભા જાડેજાની શોધ કરાઈ રહી છે.
ધ્રોલ તાલુકાના દેડકદળ ગામના છત્રપાલસિંહ હરદેવસિંહ જાડેજા નામના શખ્સે પોતાના કૌટુંબિકના મંડપ સર્વિસના ગોડાઉનમાં રાખેલી ઈંગ્લીશ દારૂની એક બોટલ પોલીસે ઝબ્બે લીધી છે. છત્રપાલસિંહની શોધ કરાઈ રહી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર બાવરીવાસમાં દીપુ કમલ વઢીયાર નામના શખ્સના ઝૂંપડામાં પોલીસે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની બાર બોટલ મળી આવી હતી. દરોડા પહેલાં દીપુ નાસી ગયો હતો.
જામનગર નજીકના અલીયા ગામમાં આવેલા આંબેડકરવાસમાંથી ગઈકાલે સાંજે પસાર થતાં જીજે-૧૦-ડીએમ ૧૨૨૩ નંબરના સ્કૂટરને રોકી પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે ચેક કરતા સ્કૂટરમાંથી ઈંગ્લીશ દારૂના ૧૧ ચપલા મળી આવ્યા હતા. ચપલા સાથે રવિ હરીભાઈ પરમાર નામના શખ્સની ધરપકડ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial