Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં જ એસઓજીએ કરેલી કામગીરી પછી પણ
ઓખા તા. ૧૮: ઓખાના દરિયામાં ગેરકાયદે માછીમારી માટે ગયેલા બે શખ્સને પોલીસે પકડ્યા પછી કડક કાર્યવાહી ન કરતા સ્થાનિક પોલીસની કાર્યવાહી લોકોમાં આશ્ચર્ય ઉપજાવી રહી છે.
ઓખાના દરિયામાંથી તાજેતરમાં પોલીસે ગેરકાયદેસર રીતે માછીમારી માટે દરિયામાં ગયેલા બે ખલાસી અને તે બંનેની હોડી પકડી પાડી હતી. ત્યારપછી ખૂલ્યા મુજબ બંને ખલાસીઓની હોડીમાં કોઈ નંબર ન હતા, માછીમારીનું ટોકન ન હતું, હોડીના કાગળ પણ ન હતા તેમ છતાં બંને માછીમાર સામે કડક કાર્યવાહી કરાઈ નથી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દ્વારકા એસઓજીએ બનાવટી કાગળવાળા પ્રકરણમાં દોઢસોથી વધુ વ્યક્તિઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે તેની સરખામણીએ ઉપરોક્ત કિસ્સામાં ઓખા મરીન પોલીસે આશ્ચર્ય ઉપજાવે અને નજીવી લાગે તેવી કામગીરી કરી છે. નામ તથા નંબર વગરની હોડીઓનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિમાં થઈ શકે છે તેવી શક્યતા વચ્ચે પણ કરાયેલી નહીવત કામગીરી શંકાસ્પદ છે.